સંતરામપુર પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
મહીસાગર LCBએ સંતરામપુર પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો - ગુજરાતપોલીસ
પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી છે. જે સંદર્ભે નાસતો ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા જિલ્લા પોલીસ
અધિક્ષકે નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના
મહીસાગર: પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.જે સંદર્ભે નાસતો ફરતો આરોપી પ્રકાશભાઈ ઈશ્વરભાઈ તાવિયાડ મળી આવેતા તેને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
ખાનગી બાતમીના આધારે LCB સ્ટાફના માણસોએ આરોપી પ્રકાશને ઝડપી લીધો
મહીસાગર LCB PI તથા PSIની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અલગ ટીમોની રચના કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફે સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ હતી કે, સંતરામપુર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી અમદાવાદ સીટીના નારણપુરા વિસ્તારમાં રહી મજૂરી કામ કરે છે.
આરોપી પ્રકાશ તાવિયાડ સંતરામપુરનો રહેવાસી
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે બાતમી વાળા સ્થળે તપાસ કરતાં સદર ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રકાશભાઈ ઈશ્વરભાઈ તાવિયાડ રેહ. સંતરામપુરનો મળી આવ્યો હતો. જે બાબતે નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આરોપીની ધરપરડ કરી કાયદેસરની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.