ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કલેશ્વરી માં જોવા મળે છે શિલ્પ સ્થાપત્ય અને કલાનો અદ્ભુત વારસો - Tribal fair

મહિસાગર જિલ્લાના બાકોર પાસે પ્રકૃતિની ગોદમાં કાલેશ્વરી ધામ આવેલું છે જે તેના શિલ્પસ્થાપત્ય તથા તેના મેળા માટે જાણીતું છે. શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં મેળાનું પણ આયોજન કરવામાં આવી છે.

mandir
મહીસાગર કલેશ્વરી માં જોવા મળે છે શિલ્પ સ્થાપત્ય અને કલાનો અદ્ભુત વારસો

By

Published : Aug 20, 2021, 1:25 PM IST

  • મહિસાગર જિલ્લામા આવેલું છે કાલેશ્વરી ધામ
  • અહીં 10-12મી સદીના શિલ્પ-સ્થાપત્યો જોવા મળે છે
  • દેશ-વિદેશથી ઘણા લોકો આ મંદિરની મૂલાકાત લે છે

મહિસાગર: જિલ્લાના ખાનપુરના બાકોર પાસે (લવાણા)માં રક્ષિત સ્મારક કલેશ્વરી ધામ આવેલું છે. આગવી ઓળખ અને પુરાતત્વીય વારસો ધરાવતું કલેશ્વરી ધામ જંગલ વિસ્તાર અને વનરાજી સાથે પ્રકૃતિની ગોદમાં આવેલું છે.અહીં નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણ મનમોહક છે. અહીં દસમી-બારમી સદીના સ્થાપત્યો જોવા મળે છે. શિલ્પ સ્થાપત્યોની અદભુત વારસો ધરાવતા આ સ્થળનો જીર્ણોદ્વાર લુણાવાડાના મહારાજાએ તેમના શાસન દરમિયાન કરવાનો ઉલ્લેખ જોવા મળે છે. આ સ્થળ સંસ્કૃતિના દર્શન અને વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે.

કલા અને શિલ્પ સ્થાપત્યોનો અદભુત વારસો

અહીં કલાત્મક નટરાજની પ્રતિમા છે જેને લોકો કલેશ્વરીની માતા તરીકે પૂજે છે. અહીં કલાત્મક કોતરણી, શિવની નૃત્ય કરતી મૂર્તિઓ, સાસુ વહુની વાવ, ભીમ અર્જુનની ચોરી, હિડિંબાના પગલાં, શિકાર મઢી, દેવદેવી સભાગૃહ, હનુમાનજીનું મંદિર, શિવ મંદિર, કુવો તથા સ્નાનકુંડ અહીં સદીઓથી જોવા મળે છે. જેના કારણે આ સ્થળ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મહીસાગર કલેશ્વરી માં જોવા મળે છે શિલ્પ સ્થાપત્ય અને કલાનો અદ્ભુત વારસો

આ પણ વાંચો :Jammu-Kashmir: પમ્પોરમાં 2 આતંકવાદી ઠાર મરાયા, હજી પણ અથડામણ ચાલી રહી છે

શ્રાવણ માસમાં જન્માષ્ટમી પર ભવ્ય મેળો

અહીં કલેશ્વરી ધામમાં શિવરાત્રી અને જન્માષ્ટમીના પાવન પર્વે ભવ્ય મેળો યોજાય છે. શ્રાવણ માસમાં લોકો દર્શન કરવા દુર દુરથી આવે છે અને બાધા માનતા માને છે. આ મેળો આદિવાસીઓના વારસા અને વિચરતી વિમુક્ત જાતિઓના વારસાને સમૃદ્ધ કરવા અને તેના વાચા આપવા માટે મેળો ઉજવવામાં આવે છે. કલેશ્વરીના આ પરંપરાગત મેળામાં સાહિત્ય રસિકો, અભ્યાસુઓ, પ્રકૃતિપ્રેમીઓ, પ્રકૃતિની વચ્ચે મેળાને જીવંત નિહાળવા, આદિજાતિ સંસ્કૃતિની સાથે તેમજ પ્રકૃતિની સાથે એકરૂપ થઈ આવે છે. વિવિધ સ્થાનોમાંથી આવેલા લોક કલાકારો પોતાની કલા રજૂ કરે છે. લોક કલાકારોની કલાને ઉપસ્થિત જનમેદની ઉત્સાહ વધારે છે. ભજન કીર્તન, લોકકલાઓ પ્રસ્તુત થાય છે. પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવના કાનજી અને જીવીના સંસ્મરણો વાગોળતું આ સ્થળ પ્રત્યેક મુલાકાતમાં લોકોને નવલકથાની યાદ તાજી કરાવે છે.

આ પણ વાંચો : UP: વિકાસ દુબે એન્કાઉન્ટરમાં પોલીસને ક્લીન ચિટ, તપાસ સમિતિએ સોંપ્યો રિપોર્ટ

આ સ્થળની ખ્યાતિ દેશ-વિદેશમાં સુધી વિસ્તરી છે

અહીંના લોકમેળામાં ગુજરાત અને ભારતભરમાંથી દર વર્ષે જારો કલાકારો અને સર્જકો આવતા હોય આ સ્થળની ખ્યાતિ દેશ-વિદેશમાં સુધી વિસ્તરી છે. સમય જતા સમાજને મનોરંજન માટે કલેશ્વરીમાં આવેલ આ શિલ્પ સ્થાપત્ય વચ્ચેની ટેકરીઓ પર પોતાના સમૂહના કબીલાઓના પુરુષો-સ્ત્રીઓ ગીતો ગાતા, યુવાઓ વાંસળી વગાડતાં, સવારથી સાંજ સુધી માનવ મહેરામણ છલકતો. સમય જતાં આ સ્થળ અનેક ગામોમાં અને જિલ્લામાં ખ્યાતિ પામ્યું તેથી હજારોની સંખ્યામાં લોકો પર્યટક તરીકે આવવા લાગ્યા છે. જેથી આ સ્થળ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું આ સ્થળે રાજ્ય સરકારના પ્રવાસન અને વન વિભાગ દ્વારા ઈકોટુરીઝમ વિકસે તે માટે આ સ્થળે વન પ્રશિક્ષણ કેન્દ્ર અને રોકાવા માટે ટેંન્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા પ્રવાસન અને વન વિભાગ દ્વારા આ સ્થળના વિકાસ માટે પ્રયાસો હાથ ધરવામાં અવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details