ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કડાણા ડેમ ઓવરફલો, મહી નદીમાં પાણી છોડાયું - મહી નદીમાં પાણી છોડાયું

મહીસાગર : મહીસાગર જિલ્લામાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ અને કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે ડેમનું જળ સ્તર 416.4 ફૂટ પર પહોંચ્યું છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી જબરજસ્ત પાણીની આવક કારણે ડેમનું જળ સ્તર વધતા રુલ લેવલ જાળવવા માટે ડેમના 8 ગેટ 5 ફૂટ ખોલીને મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

કડાણા ડેમ ઓવરફલો થતા મહી નદીમાં પાણી છોડાયું

By

Published : Aug 18, 2019, 2:03 PM IST

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની જબરજસ્ત આવકને કારણે ડેમનું જળ સ્તર વધતા રુલ લેવલ જાળવવા માટે ડેમના 8 ગેટ 5 ફૂટ ખોલીને મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાં પાણીની આવક 75418 ક્યુસેક અને ડેમનું હાલનું જળ સ્તર 416.4 ફૂટ છે, પરંતુ ઉપરવાસમાંથી થઈ રહેલા વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે ડેમની સુરક્ષાને લઈ રુલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. રાત્રે દોઢ લાખ ક્યુસેક પાણી છોડ્યા બાદ વહેલી સવારે તે ઘટાડી 88056 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમ માંથી મહી નદીમાં પાણી છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહી રહી છે અને જેના કારણે લુણાવાડા નજીકનો મહી નદીના હાડોળ પુલ અને કડાણાના ઘોડીયાર પુલ અને તંત્રોલી પુલ પર સાવચેતીના ભાગ રૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

કડાણા ડેમ ઓવરફલો થતા મહી નદીમાં પાણી છોડાયું

ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લુણાવાડાથી અમદાવાદ અને ગાંધીનગર જવા હવે વાયા વિરણીયા થઈ જવા જણાવામાં આવ્યું છે.તંત્ર દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની ટીમ પહેલાથી જ લુણાવાડામાં તૈનાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details