મહીસાગરબાલાસિનોરથી વિરપુર રોડ પર ભીમનાથ મહાદેવનું વર્ષો જૂનું શિવાલય આવેલું છે. વિશાળ મહાકાય પથ્થરોની વચ્ચે ભગવાન શિવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે બીરાજમાન છે. લોકવાયકા મુજબ આ વિસ્તાર મહાભારતકાળના હિડિંબા વન વિસ્તાર તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં પુરાણ પ્રસિદ્ધ અસુરોનો વસવાટ હતો અને શિવલિંગ પૂજા અતિ પ્રાચીન કાળથી આ પ્રદેશમાં થતી હતી. તે સમયે આ શિવલીંગ (Janmashtami 2022) સ્વયંભૂ પ્રગટ થયો હોવાનું માનવામાં આવે છે. એક દંતકથા મુજબ ભીમનો અહીં વસવાટ હતો અને તે શિવની આરાધના કરતા હતા. તેથી આ વિસ્તારને ભીમ ભમરડા મહાદેવ તરીકે ઓળખાય છે. અહીં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. શ્રાવણના છેલ્લા દિવસે મંદિરની ધજા આરોહણ થાય છે.
ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બાલાસિનોરથી ત્રણ કિલોમીટરના અંતરે વિરપુર રોડની બાજુમાં સદીઓથી અડીખમ વિશાળ કદ ધરાવતા પથ્થરોનો વિસ્તાર છે. વિશાળ કદ પથ્થરોની વચ્ચે બિરાજમાન ભીમનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. અહીં શ્રાવણ (Janmashtami Melo 2022) માસમાં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો ભરાય છે. મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો (Janmashtami Fair 2022) મેળાનો આનંદ માણવા આવે છે. સાથે સાથે ભીમનાથ મહાદેવના દર્શનનો લાભ લે છે. આ મહાદેવ ચમત્કારિક અને ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર છે.
શિવલિંગ સ્વયંભૂ પ્રગટઆપેશ્વર મહાદેવથી ભીમ ભમરડાના વિસ્તારમાં જો ખોદકામ થાય તો પ્રાચીન ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થવાનો સંભવ છે. આ વિસ્તારને લોકો પાંડવોના વનવાસ હિડિંબા વન તરીકે ઓળખે છે. મહાભારતકાળમાં પાંડવોએ અહીં વસવાટ કર્યો હતો. તે સમયે મહાદેવની પૂજા પાંડવો દ્વારા કરવામાં આવી હતી. તે સમયથી આ મંદિરની અંદરનું શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્ય હોવાનું માનવામાં આવે છે.