મહિસાગરઃ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 41 પહોંચ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલાક ગામો જેમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. તેવા ગામોને કંનટેઈન્ટમેન એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો તેની આસપાસના ગામોને બફર ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ વાહનો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.
મહિસાગર જિલ્લામાં કોરોનાના સંક્રમણથી કેસમાં વધારો થતાં જિલ્લાના વિરપુર, સંતરામપુર, ખાનપુર અને લુણાવાડા તાલુકાના અસંખ્ય ગામો કન્ટેન્ટમેન્ટ અને બફર ઝોનમાં મુકાયા છે. કંનટેઈન્ટમેન એરિયાના વિસ્તારોમાં અને બહાર નીકળવાના મેઈન રસ્તા સિવાયના માર્ગો બેરીકેટથી બંધ કરવામાં આવ્યા છે. જ્યારે બફર ઝોનમાં મુખ્ય માર્ગ સિવાયના તમામ નાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાથી પ્રથમ એકનું મોત થતાં લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. લોકોએ કોરોના સંક્રમણને અટકાવવા સરકારની ગાઈડલાઈન અનુસાર પાલન શરૂ કર્યુ છે.
મહિસાગર જિલ્લા તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ મળેલા ગામની આસપાસનો 3 કિમીના વિસ્તારને કંનટેઈન્ટમેન એરિયા જાહેર કરવામાં આવ્યો છે.
મહીસાગરમાં કોરોનાના કેસમાં વધારો, ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ કરાયા બંધ - કોરોના તાજા સમાચાર
મહિસાગર જિલ્લામાં કોરોના કેસનો આંકડો 41 સુધી પહોંચ્યો છે. જ્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલાક ગામોને કન્ટેઈન્ટમેન એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વાહનો અને લોકોની અવર જવર બંધ કરવામાં આવી છે.
મહીસાગરમાં કોરોનાના કેસમાં વધારો, ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરાયા
કોરોનાના ભયથી તાલુકા અને ગ્રામીણ વિસ્તારોને જોડતા રસ્તાઓ પર ગ્રામજનો દ્વારા સ્વયંભૂ માટીના ઢગની આડશ બનાવી પ્રવેશ બંધ કર્યો છે.