લુણાવાડા: ખાનપુર તાલુકાના બાકોર ખાતે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત કારંટા ગ્રામ પંચાયત અને દરગાહ વિસ્તારમાં રેપીડ ટેસ્ટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સરપંચ તથા ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરી ગામના સરપંચ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તથા આરોગ્યની ટીમે કોરોના વિશે ઘરે-ઘરે જઈને સમજ આપી હતી.
મહીસાગર: કારંટા ગામે 60 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યા
કોરોનાની મહામારીમાં મહીસાગર જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની ટીમ આયુષ મંત્રાલયના દિશા-નિર્દેશ પ્રમાણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યકર્મીઓ સતત પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
કોરોના રેપીડ ટેસ્ટ
બાદમાં કારંટા ગામે 60 રેપીડ ટેસ્ટી કરવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ આવ્યા હતા. આરોગ્યની ટીમે ઘરે-ઘરે મુલાકાત લેવા દરમિયાન તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઈઝરના ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા. તેમજ માસ્ક પહેર્યા વગર અને જરૂરી કામ વગર ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું હતું.