લુણાવાડા: કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મહીસાગરમાં આરોગ્ય અધિકારીએ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું - covid-19
કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે મહીસાગર જિલ્લા કલેક્ટર આર.બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
![મહીસાગરમાં આરોગ્ય અધિકારીએ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું Mahisagar health officer visited covid-19 hospital and reviewed it](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7656830-16-7656830-1592399067703.jpg)
કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સતર્ક રહીને કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એસ.બી. શાહે બાલાસિનોર ખાતે કે.એસ.પી. કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ ઉપસ્થિત આરોગ્ય વિભાગના તબીબો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની થઇ રહેલ સારવાર અંગે જાત તપાસ કરી હતી.
ડો. શાહે તેમની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં થતી કામગીરી તેમજ N-95 માસ્ક, PPE કિટ, વિન્ટિલેટર સહિત અન્ય સુવિધાઓની ઉપલબ્ધતા અંગે જરૂરી સલાહ સુચનો કરી કોવિડ-19 હોસ્પિટલ ખાતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.