ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓમિક્રોનની આશંકાને પગલે મહિસાગર આરોગ્ય તંત્ર એલર્ટ - Corona cases in Gujarat

ગુજરાતમાં વિદેશથી આવેલા બે વ્યક્તિ કોરોના પોઝિટિવ કેસ(Two people corona positive in Gujarat) નોંધાયા છે. ઓમિક્રોનની આશંકાએ મહિસાગર તંત્ર એલર્ટ(Mahisagar health department alert) બન્યું છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલમાં લેવામાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓની હિસ્ટરી લઈ શંકાસ્પદ લોકોનું ફરજીયાત ટેસ્ટિંગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે.

ચીન સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો
ચીન સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો

By

Published : Dec 22, 2022, 4:18 PM IST

વિદેશથી આવેલા બે વ્યક્તિ કોરોના પોઝિટિવ કેસ

મહિસાગર:ચીન સહિત વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો(Corona cases in world) થઈ રહ્યો છે. રાજ્યમાં ભાવનગર અને રાજકોટમાં વિદેશથી આવનાર બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ(Two people corona positive in Gujarat) આવ્યો છે. જેને પગલે મહીસાગર આરોગ્ય વિભાગ હરકતમાં(Mahisagar health department alert) આવ્યું છે.

આરોગ્ય વિભાગ એલર્ટ: વિદેશમાંથી આવેલા વ્યક્તિને ઓમિક્રોનની આશંકાને પગલે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે. જિલ્લામાં બેડ સહિત ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરાઈ છે. જિલ્લામાં આવેલ તમામ ઓક્સિજન પ્લાન્ટનું મોકડ્રિલ કરાયું છે. જિલ્લા આરોગ્ય (General Hospital Lunawada) તંત્ર દ્વારા સેમ્પલમાં લેવામાં વધારો કરવામાં આવ્યો છે. દરરોજ 200થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવે છે. આ સાથે 933 બેડની સુવિધા સાથે 533 ઑક્સિજન બેડ પણ કાર્યરત છે.

આ પણ વાંચો:ચીનથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ઓમિક્રોન BF.7ની ચકાસણી માટે રિપોર્ટ ગાંધીનગર મોકલાયો

શંકાસ્પદ લોકોનું ફરજીયાત ટેસ્ટિંગ: આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓની હિસ્ટરી લઈ શંકાસ્પદ લોકોનું ફરજીયાત ટેસ્ટિંગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે. જો પોઝિટિવ આવશે તો એ સેમ્પલ જી નોમ સિકવન્સીંગ માટે અમે ગાંધીનગર મોકલવામાં આવશે. હાલ મહીસાગર જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જિલ્લામાં પ્રથમ અને બીજા ડોઝ 100 ટકા પૂર્ણ થયેલ છે. 67 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.

કોરોના સામે પહોંચી વળવા તંત્ર સક્ષમ: મહિસાગર જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈપણ પરિસ્થિતિ ઉભી થશે તો તેની સામે પહોંચી વળવા તૈયાર છીએ. હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહિસાગર જિલ્લાનાં કોરોનાને લઈને વર્ચ્યુઅલ મીટીંગ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે. આઠ ઓક્સિજન પ્લાન PSA આપેલા છે ત્યાં એનું મોકડ્રીલ પણ કરવામાં આવશે. ટોટલ અમારી પાસે 933 બેડ છે. એમાં 533 ઓક્સિજન બેડ છે તે પણ રેડી છે. અમારું ટેસ્ટિંગ કે જે 150ની આજુબાજુ રહ્યું છે એ પણ અમે વધારીશું.

આ પણ વાંચો:રાજકોટમાં ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતી કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ

ABOUT THE AUTHOR

...view details