મહીસાગર : લોકડાઉનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો તે દરમિયાન 10 એપ્રિલના દિવસે કોવિડ-19 અંતર્ગત લુણાવાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા તકતાજીના પાલ્લા ગામમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઈલ હેલ્થ ટીમના ડૉ. નિર્જર શુક્લ, ડૉ.પ્રિયંકા બારીયા, ફાર્માસીસ્ટ આશા બારોટ, ફિમેલ હેલ્થ વર્કર અંકિતા પારગી દ્વારા આરોગ્ય સર્વે માટે ઘરે ઘરે ફરી તપાસ કરવામાં આવી રહી હતી.
જેમાં આ ટીમને રમેશભાઈ નાયકના ઘરની મુલાકાત લેતા તેમની બાળકી કિંજલ રડે તો હોઠ ભૂરા રંગના થઇ જતા હતા, શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. દોઢ વર્ષની કિંજલની માતા શકુબેન અને પિતા રમેશભાઈ નાની બાળકી વ્યક્ત ન કરી શકે તેના દૂ:ખથી ચિંતામાં હતા. ત્યારે RBSKની ટીમે તેમને સાંત્વના આપી અને બાળકીના આરોગ્યની તપાસ કરતાં તેને જન્મજાત હ્રદયરોગની બીમારીની શંકા જણાતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહની મંજૂરી લઇને લોકડાઉનમાં વાહન વ્યવહારની કોઈ સુવિધા ન હોવાથી બાળકીને આ ટીમનાં વાહન દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ટીમ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ત્યાં બાળકોના ડોક્ટરે તપાસ કરતા બાળકીને હ્રદયમાં કાણું હોવાની જન્મજાત હૃદયરોગની બીમારીની જાણ થઇ હતી.
મહીસાગર: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્રારા દોઢ વર્ષની બાળકીનું હદયરોગનું વિનામૂલ્યે ઓપરેશન ત્યાર બાદ બાળકીનું નિદાન થયું અઠવાડિયા બાદ બાળકીની સ્થિતી સામાન્ય થતા તેને આ ટીમનાં વાહન દ્વારા ઘરે પરત લાવવામાં આવી. તે પછી RBSKની ટીમ નિયમિત બાળકીની ઘરે મુલાકાત લેતી હતી. દરમિયાનમાં અનલૉક- નાં સમયગાળામાં બાળકીની સ્થિતી વધુ ખરાબ થતા તાત્કાલિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની મંજૂરી લઇને શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)નાં વાહન દ્વારા ટીમ સાથે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંદર દાખલ કરવામાં આવી હતી. જ્યાં બાળકીનું 23 જૂને ઓપેરશન સફળ રીતે કરવામાં આવ્યું. અંદાજે ચારથી પાંચ લાખના ખર્ચે થતું જન્મજાત હ્રદયરોગની બીમારીનું ઓપરેશન વિનામૂલ્ય થયું અને બાળકી સ્વસ્થ થતાં ટીમ દ્વારા તેને ઘરે પરત લાવવામાં અને હાલ તેની સ્થિતિ સામાન્ય છે. અને હવે તે સામાન્ય બાળકોની જેમ હસતી રમતી થઈ ગઈ છે.
બાળકીને રમતી જોઈ માતા પિતાના ચહેરા પર ખુશી છવાઈ હતી. તેઓ તેમની બાળકી માટે આટલો મોટો ઓપરેશનનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો અને તેને નવું જીવન આપવા બદલ સરકારનો અને આ ટીમનો આભાર વ્યકત કર્યો છે. ઓપેરશન પછી પણ RBSKની ટીમ નિયમિત રીતે બાળકીના ઘરની મુલાકાત લે છે.