મહીસાગરમાં ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો સહિત આમ પ્રજામાં ખુશી, બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વિરપુર અને ખાનપુરમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે. ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં સારો વરસાદ પડવાની સાથે મકાઇ, કપાસ, બાજરી ઓરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને જે માટે શહેરોના બજારમાં દવા, બિયારણ અને ખાતરની ખરીદી માટે ખેડૂતોએ કતારો શરૂઆત થઇ છે. હાલ વાવણી લાયક વરસાદ થતા વહેલી સવારથી એગ્રો સેન્ટરો ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે.
મહીસાગરમાં વરસાદ થતાં ખેડૂતો બિયારણ-ખાતરની ખરીદી માટે ઉમટ્યા - Heavy Rain In gujarat
મહીસાગર: સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે મહીસાગર પંથકમાં ખેતી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશીની લાગણી વ્યાપી હતી. જિલ્લાના શહેરો લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, કડાણા, વિરપુરના બજારોમાં ખેડૂતોએ ખેતી માટે દવા, બિયારણ, ખાતર અને અન્ય ખેત સામગ્રી માટેની ખરીદીનો આરંભ કરી દેવાયો છે. બજારોમાં ખાતર ડેપો અને સીડ્સની દુકાનો પર ખેડૂતોની કતારો જામી છે.
મહીસાગરમાં વરસાદ થતાં ખેડૂતો બિયારણ-ખાતરની ખરીદી માટે ઉમટ્યા
હાલમાં સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડ્યો હોવાથી વહેલી સવારથી ખેડૂતો બજારોમાં વાવણીના સામાનની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. બજારોમાં ખેડૂતો દ્વારા વાવણીના સામનની ખરીદી માટે કતારો જામતા વેપારીઓમાં પણ ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની સાથે ખરીદી માટે એગ્રો સેન્ટરો પર ભારે ભીડ જામવાની સંભાવના છે.