- મહીસાગરના ખેડૂતે શરૂ કરી હાઈટેક ખેતી
- ગૂગલના માધ્યમથી મેળવે છે હાઈટેક ખેતીની માહિતી
- બીજા ખેડૂતોને પણ તેમને જોઈ મળી પ્રેરણા
મહીસાગરઃ ખેતીવાડીમાં નવીન ખેતી પદ્ધતિઓ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યા છે. મહીસાગરના આવા જ એક ખેડૂત લક્ષ્મણભાઈ આત્મનિર્ભરતા તરફ આગળ વધી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
મહિસાગરના ખેડૂત ગૂગલના માધ્યમથી હાઈટેક નર્સરી બનાવી હાઈટેક નર્સરી તૈયાર કરી શાકભાજીના રોપાનું વેચાણ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઊંડાણ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાદેડી અડોર ગામના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મીણભાઈ ડામોરે ફાઉન્ડેશન ઓફ ઈકોલોજી સિક્યોરિટી (FES) સંસ્થા અને ટાટા ટ્રસ્ટની સંસ્થાના સહયોગ અને માર્ગદર્શનથી હાઈટેક નર્સરી તૈયાર કરી શાકભાજીના રોપાનું વેચાણ કરી આવકમાં વધારો મેળવ્યો છે. લક્ષ્માણભાઈએ આ અંગે જણાવ્યું કે, તેમની નર્સરીમાં તેમણે રિંગણ, મરચા, ટામેટા, ફ્લાવર, કોબીજ જેવા શાકભાજીના રોપા તૈયાર કર્યા છે. આ રોપા તૈયાર કરવા માટે સારી જાતના બિયારણ, હાઈટેક નર્સરી માટેનું જરૂરી વાતાવરણ અને પદ્ધતિસરની માવજત જરૂરી હોવાનું કહ્યું હતું. લક્ષ્મણભાઈએ આ હાઈટેક નર્સરી બનાવવા માટેની તમામ આવડત આણંદ એગ્રિકલ્ચર યુનિર્વસિટી, ખેતીવાડી શાખા અને FES સંસ્થા દ્વારા યોજાતી તાલીમો અને પ્રેરણા પ્રવાસો દ્વારા મેળવી હોવાનું જણાવ્યું હતું.
મહિસાગરના ખેડૂત ગૂગલના માધ્યમથી હાઈટેક નર્સરી બનાવી ગૂગલના માધ્યમથી પણ રોપા વિશે મેળવે છે માહિતી
તેમણે સેન્ટર ફોર એક્સેલન્સ ઓફ વેજિટેબલ ખાતે પ્રવાસ અને તાલીમ દરમિયાન રોગમુકત શાકભાજી તૈયાર કરવાનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રેરણા પ્રવાસ ગુજરાત સરકાર દ્વારા કરાવવામાં આવ્યો હતો અને તાલીમ દરમિયાન તેમણે તંદુરસ્ત અને રોગમુકત શાકભાજીના રોપા કઈ રીતે તૈયાર કરવા તેનું તેઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત ગૂગલના માધ્યમથી બિયારણોની ગુણવતા, બજાર ભાવ, નર્સરીની નવીન પદ્ધતિ અને પાક સંરક્ષણની જાણકારી પણ મેળવી હતી. લક્ષ્માણભાઈ શાકભાજીના રોપાની સાથોસાથ હાઈટેક પણ છે. તેઓ ગૂગલના માધ્યમથી કયા બિયારણો સારા છે, બિયારણના બજાર ભાવ, નર્સરીને લગતી કોઈ નવીન પદ્ધતિ, નર્સરી માટે જરૂરી સામાનનો ભાવ અને પાક સંરક્ષણની જૈવિક પદ્ધતિઓ અંગેની જાણકારી મેળવી તેનાથી માહિતગાર પણ થતા રહે છે. આ ઉપરાંત તે પોતાની નર્સરીની મૂલાકાતે આવનારા ખેડૂતોને પણ આ અંગેની વિગતવાર માહિતી આપે છે.
મહિસાગરના ખેડૂત ગૂગલના માધ્યમથી હાઈટેક નર્સરી બનાવી આજે તેમના રોપા મહીસાગર જિલ્લામાં જ નહીં પણ આજુબાજુના જિલ્લા સહિત રાજસ્થાનનના ખેડૂતો પણ લઈ જાય છેલક્ષ્મણભાઈ આજે માત્ર મહીસાગર જિલ્લાના ગામોમાં જ નહીં પરંતુ દાહોદ, પંચમહાલ, અરવલ્લી, ભુજ અને રાજસ્થાનના ગામોમાં રોપા પૂરા પાડે છે. તેમણે ઉગાડેલા રોપા કેવું પરિણામ આપે છે. તે રોપા લેવા આવનારને જીવંત નિદર્શન આપી શકે અને સમજાવી શકે તે માટે અલગથી શાકભાજી પ્લોટ બનાવેલા છે. જેમાં તે તમામ વેરાયટીના છોડનો વિકાસ, ઉત્પાદનની માહિતી આપે છે. આમાં તેમની માર્કેટિંગ કરવાની કોઠાસૂઝ જોવા મળે છે. આ ઉપરાંત તે રોજીંદી શાકભાજીનું વેચાણ કરીને આવક પણ મેળવી રહ્યા છે. મહિસાગરના ખેડૂત ગૂગલના માધ્યમથી હાઈટેક નર્સરી બનાવી FES સંસ્થા ભારતના 10 રાજ્યોના 78 જિલ્લામાં કાર્યરત FES સંસ્થાની કામગીરી અંગેની માહિતી આપતા સિનિયર પ્રોગ્રામ મેનેજર વિક્રમસિંહે જણાવ્યું કે, સંસ્થા ભારતના 10 રાજ્યોના 78 જિલ્લામાં કાર્યરત છે. સંસ્થાનો મુખ્ય હેતુ જે તે વિસ્તારના પાણી, જમીન, જંગલ અને સામુહિક જમીનનું સંરક્ષણ અને સંવર્ધન કરીને ટકાઉ આજીવિકા નિર્માણ કરવાનો છે. આ તમામ પ્રયાસો ગ્રામ સંસ્થાઓના મજબૂતીકરણ દ્વારા થાય છે. જિલ્લા કલેક્ટર આર.બી.બારડે પણ આ નર્સરીની મુલાકાત કરી FESની કામગીરીને બિરદાવી હતી.