- કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક
- શાળાઓમાં પીવાના પાણી અંગેની ચર્ચા વિચારણા કરી સૂચનો કર્યા
- ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની મુશ્કેલી ઉભી ના થાય તેવી તાકીદ
મહીસાગરઃ ગુજરાત સરકાર દ્વારા સહાયિત રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ હેઠળ પીવાના પાણીની સુવિધાઓમાં ગ્રામ્ય કક્ષાએ સ્વાવલંબિતતા ઉપલબ્ધ કરાવવા માટે મહીસાગર જિલ્લા સેવા સદનના સભા ખંડ બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકને સંબોધતા કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સુવિધાઓ સ્વાવલંબિતતા કરવા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા થયેલ રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ કાર્યક્રમ અંતર્ગતની યોજનાઓની થયેલી કામગીરીની સમીક્ષા કરતાં આંગણવાડી, શાળાઓમાં પીવાના પાણી અંગેની ચર્ચા વિચારણા કરી જરૂરી છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની કોઇ મુશ્કેલી ઉભી ના થાય અને જે કામગીરી પૂર્ણ કરી લોકોને પીવાના પાણીની સવલતો મળી રહે તેવી તાકીદ કરી હતી.
યુનીટ મેનેજરે રાષ્ટ્રીય પેય જળ યોજના અંતર્ગત થયેલ કામગીરીની વિગતો રજૂ કરી