• જિલ્લામાં 45 ટકા જેટલી વરસાદની ઘટ
• ગત વર્ષે જિલ્લામાં 83.09 ટકા વરસાદ થયો હતો
• હાલના સમયમાં જિલ્લામાં 38.13 ટકા વરસાદ
મહીસાગર:-હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. જેથી વાવેલા પાકને જીવતદાન મળતાં જિલ્લાના ખેડૂતોને આંશિક રાહત મળી છે જો કે, ગત વર્ષે આ સમય ગાળામાં મહીસાગર જિલ્લામાં 83.09 ટકા વરસાદ થયો હતો. જ્યારે આજની તારીખે જિલ્લામાં 38.13 ટકા વરસાદ જ જિલ્લામાં પડ્યો છે. જેથી હજી જિલ્લામાં 45 ટકા જેટલી વરસાદની ઘટ છે. ખેડૂતોને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોરોના એ હેરાન પરેશાન કર્યા છે ત્યારબાદ હવે ખેડૂતો પર અપૂરતા વરસાદનું જોખમ ઝળૂંબી રહયું છે.