મહીસાગરઃ જિલ્લા કલેક્ટર આર.બી.બારડ દ્વારા જિલ્લાની જનતાને કોરોના સંક્રમણથી બચાવવા માસ્ક પહેરીને જ બહાર નીકળવા, એક બીજાથી જરૂરી અંતર રાખવા અને જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ માટે લોકો જાગૃત થાય અને માસ્ક પહેરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પણ દંડનીય કાર્યવાહી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
મહીસાગર જિલ્લા પોલીસે જાહેરનામા ભંગ બદલ 5.16 લાખનો દંડ વસુલ્યો - લુણાવાડાના તાજા સમાચાર
મહીસાગર જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને કાળજી લેવા માટે જાહેર સ્થળ પર અને પરિવહન વખતે માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થુંકનારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
મહીસાગર જિલ્લા પોલીસે જાહેરનામા ભંગ બદલ 5.16 લાખનો દંડ વસુલ્યો
જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થુંકનારા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ દ્વારા જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થુંકનારા 2,581 લોકો પાસેથી રૂપિયા 5,16,200નો દંડ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત કરફ્યૂ ભંગના 98 કેસ નોંધાયા છે. આ સાથે જ એમ.વી.એક્ટ કલમ 207 હેઠળ 635 વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે.