મહીસાગર: જિલ્લા પંચાયત કચેરી ખાતે શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ સંસદસભ્યો/ધારાસભ્યોના પત્રોનો સમયસર જવાબ આપવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
મહીસાગર જિલ્લા પંચાયત વિભાગની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ - Mahisagar District Development Officer
મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ખાસ કરીને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ આવતી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ થાય તે જોવાની સંબંધિતોને તાકીદ કરી ખાતાકીય તપાસ, પ્રાથમિક તપાસ, તકેદારી આયોગના પ્રકરણો, ફરજ મોકૂફીને કાર્યોત્તર મંજૂરીની દરખાસ્ત, પેન્શન કાપની દરખાસ્ત, કોર્ટ કેસો, નામદાર હાઈકોર્ટ, સેશન કોર્ટ, નીચલી અદાલત, મજુર અદાલત, પીજી પોર્ટલ પરની બાકી કામગીરી ગૌચરના દબાણો સિવાયના દબાણો, પેન્શન કેસની વિગતો જેમ કે કુલ નિવૃત અને તે પૈકી રજુ થયેલા તથા બાકી પેન્શન કેસ, વિધાનસભાના તારાંકિત-અતારાંકિત,
રાજ્યસભા-લોકસભાના પ્રશ્નો, વિધાનસભા ખાતરી સમિતિના પ્રશ્નો, ચાલુ ફરજે અવસાન પામેલ કર્મચારીઓ પૈકી ચુકવેલ ઉચ્ચક નાણાકીય સહાય, આંતર જિલ્લા ફેરબદલી, ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વાર્ષિક હિસાબો, સ્થાવર જંગમ મિલકતના પત્રકો, રાજ્ય સ્વાગત જિલ્લા સ્વાગત અને તાલુકા સ્વાગતના પ્રશ્નો, લોક ફરિયાદના પ્રશ્નો, આરટીઆઈની બાકી અરજીઓ, ફિક્સ પે માંથી ફૂલ પે માં આવનાર કર્મચારીઓની બાકી દરખાસ્તો, નિવૃત કર્મચારીઓના રાજ્ય વીમા, જીપી ફંડની બાકી દરખાસ્તો વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.એન.ભાભોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, સીડીપીઓ, તાલુકા આરોગ્ય કચેરીના વહીવટી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.