ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ સ્પર્ધાનો આરંભ - Encouraged employees of Mahisagar Panchayat Service

મહીસાગરઃ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા અભિયાનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરાવી હતી. આ મુવમેન્ટ સ્વસ્થ ભારત જન જાગૃતિનું સ્વરૂપ લઈ રહી છે. તમામ ક્ષેત્રમાં આ અભિયાન પ્રત્યક્ષરૂપે "ફિટ હૈ તો હીટ હૈ"નો ફિટનેસ મંત્ર ગુંજી રહ્યો છે. ગુજરાત રાજ્ય વિકાસ કમિશનર પ્રેરિત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા આયોજિત મહીસાગર જિલ્લા કક્ષાની ફિટ ઈન્ડિયા મુવમેન્ટ રમતસ્પર્ધાનો ઉદઘાટન કાર્યક્રમ સોમવારે ધારાસભ્ય જીજ્ઞેશ સેવકના અધ્યક્ષસ્થાને લુણાવાડા પી.એન.પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.

mahisagar
મહીસાગર જિલ્લા કક્ષાની ફિટ ઈન્ડિયા મુવમેન્ટ રમત સ્પર્ધાનો આરંભ

By

Published : Dec 16, 2019, 11:54 PM IST

પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્યએ વડાપ્રધાનની ફિટ ઈન્ડિયાની મુવમેન્ટ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે, તેમાં સૌને જોડાવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ન્યુ ઈન્ડિયામાં દરેક નાગરિક ફિટ રહે તે સરકારનું લક્ષ્ય છે. તેમાં પંચાયત સેવાના કર્મચારીઓ જેમાં વધુમાં વધુ શિક્ષકો છે તે પોતે ફિટ રહી શાળાના બાળકો તેમજ અન્યો માટે પ્રેરણારૂપ બનશે તેમ જણાવ્યું હતું.

મહીસાગર જિલ્લા કક્ષાની ફિટ ઈન્ડિયા મુવમેન્ટ રમત સ્પર્ધાનો આરંભ

આ અભિયાનથી ખેલદિલીની ભાવના વિકસે છે. સંગઠિત સમૂહભાવ વધે છે. તેમજ સ્વાસ્થ્યલાભ પણ થાય છે. ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ ફિટ ઈન્ડિયા મુવમેન્ટમાં પંચાયત સેવાના કર્મચારીઓના રજીસ્ટ્રેશનમાં મહીસાગર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તે બદલ અભિનંદન પાઠવતાં આગામી રાજ્યકક્ષાની રમત સ્પર્ધાઓમાં પણ ઉજ્જવળ દેખાવ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. મહીસાગર જિલ્લા કક્ષાની શરૂ થયેલી સ્પર્ધાઓમાં ચેસ, દોડ, કબડ્ડી, વોલીબોલ રમતોની સ્પર્ધા યોજાઇ હતી. જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ ચેસની રમતમાં ભાગ લઈ પંચાયત સેવાના કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પશુપાલન અધિકારી એમ.જી.ચાવડા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ, શિક્ષક સંઘ પ્રમુખ શશિકાંત પટેલ, મહામંત્રી નિમેશ સેવક, જિલ્લા કો.ઓર્ડિનેટર શાંતિલાલ પટેલ, કન્વીનર દિપક પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બીઆરસી, સહિત મોટી સંખ્યામાં પંચાયત સેવાના કર્મચારી સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details