- કોરોના સંક્રમણને નિયંત્રણ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરી
- માઇક્રો પ્લાનીંગ કરી કોરોના સંક્રમણ ઘટાડવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના
- ટ્રેસીંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ વધારી કોવિડ ટેસ્ટનું કલેક્શન વિશે સમજ આપી
- પોઝિટિવ કેસો આવતા હોય તે વિસ્તાર માટે ખાસ એક્શનપ્લાન ઘડી કાઢવાનું સૂચન
મહીસાગરઃ જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુએ કોવિડ-19 સંદર્ભે યોજાયેલી બેઠકમાં તેમણે કોરોના ટેસ્ટિંગ પર ભાર મુકતાં જણાવ્યું હતુ કે, કોરોના સંક્રમણને નાથવા જે વ્યક્તિને કોરોના થયો હોય તેના કુંટુંબના તમામ સભ્યો અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ફરજીયાત RTPCR ટેસ્ટ કરવામાં આવે. વધુમાં માજુંએ જણાવ્યું હતુ કે, માઇક્રો પ્લાનીંગ કરી કોરોના સંક્રમણ ઘટાડીએ. જિલ્લાના દરેક તાલુકામાં કેટલાં એક્ટીવ કેસ છે અને તેને ઘટાડવા હવે પછી શું કરી શકાય તેનું આયોજન કરવા તેમજ જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ વધારે આવ્યા હોય ત્યાં ટ્રેસીંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ વધારી કોવિડ ટેસ્ટનું કલેક્શન સરળતાથી કેવી રીતે કરી શકાય તે વિશે તેમણે સમજ આપી હતી તેમણે જણાવ્યું હતુ કે, કોવિડ સંક્રમણ રોકવા કોવિડ હેલ્પ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરો તેમજ હોમ આઇસોલેશન ર્દદીઓનું મોનીટરીંગ ધનવન્તરી રથ સહિતના તમામ જરૂરી પગલાંઓ લેવા તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનની ખરીદીનો ઓર્ડર આપ્યોઃ મુખ્યપ્રધાન રૂપાણી
તાલુકાવાર અને કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તરમાં કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા