મહીસાગર: ગુજરાતમાં કોવીડ -19ના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના ફેલાવાને રોકવા ગુજરાત સરકાર યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે. મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ જિલ્લામાં ફેલાય નહીં તે માટે સતર્ક છે. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાની આરોગ્ય ટીમ દ્વારા લુણાવાડા શહેરમાં ઘરે ઘરે ફરી નાગરિકોનો આરોગ્યનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોના આરોગ્ય અંગે સર્વે કર્યો - Health Department conducted a survey
ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. જે કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાની આરોગ્ય ટીમ દ્વારા લુણાવાડા શહેરમાં નાગરિકોનો આરોગ્યનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોના આરોગ્ય અંગે સર્વે કર્યો
આ ઉપરાંત કોરોના વાઈરસનો ફેલાવો થતો અટકાવવા માટે નિયમિત હાથ કેવી રીતે ધોવા, બે વ્યક્તિઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, શરદી ઉધરસના લક્ષણ જણાય તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો, કામ વગર ઘરની બહાર નીકળવું નહીં જેવી માહીતી આપવામાં આવી રહી છે.
આ સાથે કોરોના વાઈરસથી બચવા માટે રાખવી પડતી સાવચેતી વિશેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી કોરોના વાઈરસ જેવી મહામારી ફેલાતી અટકાવી શકાય.