મહીસાગરઃ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓ તેઓની ફરજો અદા કરી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર આર.બી.બારડે સંતરામપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને પોલીસ સ્ટેશનની તપાસણી કરી હતી.
મહીસાગર જિલ્લા કલેક્ટરે સંતરામપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી - District Collector R.B. Barad
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર આર.બી. બારડ સહિતનાઓ તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઈરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરતપણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર આર.બી.બારડે સંતરામપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને પોલીસ સ્ટેશનની તપાસણી કરી હતી. તેમજ રાજ્ય ગૃહ વિભાગની સૂચનાઓ અંતર્ગત વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી સંતરામપુર પોલીસ સ્ટેશનના કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તપાસની ટીમમા સંતરામપુર પ્રાંત અધિકારી કે.વી.જાદવ, સંતરામપુર મામલતદાર કે.જે.વાઘેલા, કલેક્ટર કચેરી મેજિસ્ટ્રિયલ શાખા (ફોજદારી શાખા) ના શાખાના નાયબ મામલતદાર કૃણાલ પટેલ અને કલાર્ક નયન પટેલ હતા.