મહીસાગર: મહીસાગર જિલ્લામાં કોરોના વાઇરસને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યતંત્ર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લા CDHOએ લુણાવાડાની નર્સિંગ કોલેજના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી - Corona virus cases in mahisagar district
મહીસાગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર એસ.બી. શાહે જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઇને લુણાવાડા શહેરના પટ્ટણ ખાતે આવેલી શીતલ નર્સિંગ કોલેજમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમની સાથે આરોગ્ય વિભાગના અન્ય તબીબો પણ જોડાયા હતા.
મહીસાગર જિલ્લા CDHOએ લુણાવાડાની નર્સિંગ કોલેજના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.બી.શાહે લુણાવાડા શહેરના પટ્ટણ ખાતે આવેલી શીતલ નર્સિંગ કોલેજમાં શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ ઉપસ્થિત આરોગ્ય વિભાગના તબીબો સાથે કોરોના દર્દીઓની થઇ રહેલી સારવાર અંગે ચર્ચા કરી જાત તપાસ કરી હતી.
ડૉ. શાહે તેમની મુલાકાત દરમિયાન કોવિડ કેર સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગેની જાણકારી મેળવી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમની સાથે આરોગ્ય વિભાગના અન્ય તબીબો પણ જોડાયા હતા.