ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લા BJP પ્રમુખ બન્યા કોરોના કમાન્ડો, 150 રાશન કીટનું કર્યું વિતરણ

કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન રોજનું કમાઈને રોજ ખાતા લોકોની હાલત કફોડી બની છે. આ લોકોની મદદે સેવાભાવી લોકો અને સંસ્થા આવેે છે. મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ પણ લોકોની મદદે આવી જરૂરીયાતમંદોને 150 રાશન કીટનું વિતરણ કર્યું હતું.

By

Published : Apr 4, 2020, 10:09 AM IST

Mahisagar district BJP President become Corona commando, Distribution of 150 ration kits
150 રાશન કીટનું કર્યું વિતરણ

મહીસાગર: સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ભારતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. લોકડાઉનના પગલે રોજિંદુ કમાઈ અને ગુજરાન ચલાવતા લોકો માટે મુશ્કેલીઓ સર્જાઈ છે. ત્યારે આવા જરૂરિયાતમંદ લોકોની વ્હારે સેવાભાવી લોકો અને સંસ્થાઓ આવે છે.

મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ જયપ્રકાશ પટેલ દ્વારા લોકડાઉનના સમયમાં અંતરીયાળ ગામોમાં જરૂરિયાતમંદોને શોધી રાશન કીટ વિતરણ કરી સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

150 રાશન કીટનું કર્યું વિતરણ

જિલ્લા ભાજપ પ્રમુખ જયપ્રકાશ પટેલે જિલ્લાના અંતરિયાળ ગામોમાં જઈને મામલતદાર પાસેથી યાદી મેળવી ગરીબી રેખાની નીચે આવતા લોકોને શોધી કાઢીને અનાજ, તેલ, લોટ, ચોખા અને દાળ વગેરેની બનાવેલી 150 જેટલી કીટનું વિતરણ કર્યું છે.

જયપ્રકાશ પટેલના જણાવ્યા મુજબ, 500 જેટલી વધુ કીટો તૈયાર કરેલી પડી છે. જેને મામલતદાર પાસેથી યાદી મેળવી જરૂરિયાતમંદોને કીટ અપાશે.

ABOUT THE AUTHOR

...view details