- જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો
- ગાઇડલાઇનનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
- જિલ્લામાં કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ કુલ રૂપિયા 1,18,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો
મહીસાગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અવાર-નવાર અપીલ કરવામાં આવી રહી છે. છતાં પણ હજુ ઘણા લોકો લાપરવાહી કરી રહ્યા છે. પોલીસ તંત્ર પણ એકશ્કનમાં આવી ગયું છે અને માસ્ક પહેર્યા વગર ફરતાં લોકો તેમજ ગાઇડલાઇનનો ભંગ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
માસ્ક પહેર્યા વગર ફરતા 118 વ્યકિતઓ પાસેથી રૂપિયા 1.18 લાખનો દંડ વસૂલ કરાયો
મહીસાગરવાસીઓને અવાર-નવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં હજુ લોકોમાં તેની અસર થતી જોવા મળી રહી નથી. જિલ્લામાં તારિખ 17ના રોજ માત્ર એક જ દિવસમાં માસ્ક પહેર્યા વગર ફરતાં 110 લોકો પાસેથી રૂપિયા 1.18 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર તરફથી વસૂલ કરવામાં આવેલા દંડની તાલુકાવાર વિગતો જોઈએ તો લુણાવાડા તાલુકામાં 26, બાલાસિનોર તાલુકામાં 10, સંતરામપુર તાલુકામાં 23, કડાણા તાલુકામાં 10, ખાનપુર તાલુકામાં 21 અને વિરપુર તાલુકામા28 વ્યકિતઓ મળીને કુલ 118 વ્યકિતઓ પાસેથી રૂપિયા 1,000 લેખે કુલ રૂપિયા1,18,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.