ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળી વેકેશનમાં મહીસાગરનું ડાયનાસોર ફોસિલ પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ

મહીસાગર જિલ્લામાં આવેલા રૈયોલી ગામમાં વિશ્વનો ત્રીજું અને ભારતનું પ્રથમ ડાયનાસોર પાર્ક આવેલું છે. આ વખતે દિવાળીના તહેવારની રજા નિમિત્તે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત અન્ય જગ્યાએથી આવતા પ્રવાસીઓએ પાર્કનો લ્હાવો લઈ રહ્યા છે. સાથે જ પ્રવાસીઓ ડાયનાસોર વિશેની ઉત્સુકતાથી જાણકારી પણ મેળવી રહ્યા છે.

દિવાળી વેકેશનમાં મહીસાગરનું ડાયનાસોર ફોસિલ પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ
દિવાળી વેકેશનમાં મહીસાગરનું ડાયનાસોર ફોસિલ પાર્ક બન્યું આકર્ષણનું કેન્દ્ર, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ

By

Published : Nov 9, 2021, 3:12 PM IST

Updated : Nov 9, 2021, 5:16 PM IST

  • મહીસાગરના રૈયાલી ગામમાં પ્રવાસીઓની ઉમટી ભીડ
  • ભારતનું સૌપ્રથમ ડાયનાસોર પાર્ક જોવા મોટી સંખ્યામાં આવ્યા લોકો
  • પાર્કમાં ગુજરાત સહિત અન્ય જગ્યાએથી પણ આવી રહ્યા છે પ્રવાસીઓ
    ભારતનું સૌપ્રથમ ડાયનાસોર પાર્ક જોવા મોટી સંખ્યામાં આવ્યા લોકો

મહીસાગરઃ રાજ્યમાં જોવાલાયક સ્થળો અનેક છે, પરંતુ છેલ્લા કેટલા સમયથી મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોરનું ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમ (Dinosaur Fossil Park and Museum of Balasinor) લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં દિવાળી વેકેશન (Diwali Vacation) ચાલી રહ્યું છે ત્યારે વેકેશન માણવા ડાયનાસોરનું ફોસીલ પાર્ક અને મ્યુઝિયમ (Dinosaur Fossil Park and Museum) જોવા માટે રાજ્યના અનેક સ્થળોએથી પ્રવાસીઓનો ઘસારો અહીં વધ્યો છે.

ભારતનું સૌપ્રથમ ડાયનાસોર પાર્ક જોવા મોટી સંખ્યામાં આવ્યા લોકો

આ પણ વાંચો-દિવાળી પછીના ત્રણ દિવસ 52,871 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત

ફોસિલ પાર્કમાં ડાયનાસોરનો ઈતિહાસ પણ જાણી શકાશે

આપને જણાવી દઈએ કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Vijay Rupani, Former CM of Gujarat) 8 જૂન 2019ના દિવસે આ ડાયનાસોર મ્યૂઝિયમનું લોકાર્પણ કર્યું હતું. આ ડાયનસોર મ્યૂઝિયમ શરૂ થતા રાજ્યના આ પાર્કે વિશ્વના ત્રીજા સૌથી મોટા વિશિષ્ટ ડાયનાસોર ફોસિલ પાર્ક (Dinosaur Fossil Park) ધરાવતું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. સાથે જ આ ફોસિલ પાર્ક (Fossil Park) દેશનો પ્રથમ પાર્ક પણ બન્યો છે. અહીં આવતા પ્રવાસીઓ ડાયનાસોરના ઈતિહાસ, તેની જીવન પદ્ધતિ અને આ વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો હશે. તેની અધતન વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ અને ફિલ્મ્સને ચાર્ટ દ્વારા જોઈ શકે છે.

પાર્કમાં ગુજરાત સહિત અન્ય જગ્યાએથી પણ આવી રહ્યા છે પ્રવાસીઓ

ઈન્ફોર્મેટિક સેન્ટર અને સંગ્રહાલય, ડાયનાસોરના વિવિધ અવશેષોનું પ્રદર્શન

પ્રવાસીઓ તથા અભ્યાસુઓને જરૂરી સુવિધાઓ મળી રહે એ હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલીમાં ઈન્ફોર્મેટિક સેન્ટર-સંગ્રહાલય (Informatics Center-Museum) અને ફોસિલ પાર્કનું (Fossil Park) આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ 6 જેટલી ગેલેરીઓમાં ફેલાયેલા આ મ્યૂઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર બન્યું છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ (Documentary Film) દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઈતિહાસ, ડાયનાસોરના અલગ-અલગ મોડેલ્સ, વિશાળકાય ડાયનાસોરનું જીવનચક્ર અને ડાયનાસોર કેવી રીતે નાશ પામ્યા એની વિવિધ માહિતી પણ અહીં દર્શાવવામાં આવી છે. વર્ષ 1983 અને ત્યારબાદ વર્ષ 2003માં જે ઈંડા અને ડાયનાસોરના વિવિધ ભાગોના અવશેષો હાડકા મળ્યા હતા. તેને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

મહીસાગરના રૈયાલી ગામમાં પ્રવાસીઓની ઉમટી ભીડ

આ પણ વાંચો-દિવાળીના તહેવારને લઈ ST સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ, આ વર્ષે આટલા ટકાનો વધારો

વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસિલ વસાહત, પેલિયોન્ટોલોજિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર

રૈયોલી ગામમાં સંશોધન દરમિયાન આજથી 37 વર્ષ પહેલાં વિશાળકાય ડાયનાસોરની પ્રજાતિઓના હાડકારૂપી અવશેષો મળ્યા હતા, જે આજથી સાડા છ હજાર વર્ષ પહેલાનું હોવાનું અનુમાન છે. આ ડાયનાસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસિલ વસાહત છે. વર્ષ 2003માં અહીંથી ડાયનાસોરની લગભગ સાત પ્રજાતિઓને શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસોરસ રેક્સ કૂળની હતી, જે નર્મદા નદીના વિસ્તારના સ્થળોએથી પ્રાપ્ત થઈ હતી. રૈયોલી ગામમાં આશરે 52 હેક્ટર વિસ્તારમાં ડાયનોસોરના ઈતિહાસની ગાથા જણાવતું માહિતીસભર મ્યૂઝિયમ અને ફોસિલ પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રૈયોલી ગામ વિશ્વના અનેક પેલિયોન્ટોલોજિસ્ટ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

Last Updated : Nov 9, 2021, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details