ગુજરાત

gujarat

By

Published : Jul 18, 2020, 7:46 PM IST

ETV Bharat / state

મહીસાગર DDOએ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કડાણાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે શનિવારે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સરસવા, મુનપુર અને ડીટવાસના સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની તેમજ કડાણા ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

ETV bharat
મહીસાગર: DDOએ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કડાણાના કોવિડ કેર સેન્ટ્રની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું

મહીસાગર: જિલ્લામાં કોરોના સંદર્ભની આરોગ્યલક્ષી કામગીરીના નિરીક્ષણ માટે શનિવારે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સરસવા, મુનપુર અને ડીટવાસના સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની તેમજ કડાણા ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સંબંધિતો સાથે કોરોના સંદર્ભે રાખવાની સાવચેતી માટેના અનેક પગલાં માટે ચર્ચા વિચારણા કરી કોરોના સંક્રમણથી કેવી રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.

તેમણે આરોગ્ય ટીમ દ્વારા થયેલા જમીનસ્તરની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સલાહ સૂચન સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત સમયે તેમની સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પણ સાથે રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details