મહીસાગર: જે સંદર્ભે ખાનપુર તાલુકાના જીતપુર-વડાગામ કન્ટેન્ટમેન્ટ એરિયાની જિલ્લા કલેકટર આર.બી બારડે મુલાકાત લીધી હતી. તેમણે કન્ટેન્ટમેન્ટ એરિયામાં આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવતી આરોગ્યલક્ષી કામગીરીની જાત તપાસ કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સાથે વર્લ્ડ નર્સિંગ ડેના ઉપલ્ક્ષમાં કોરોનાને માત આપનાર આરોગ્યતંત્રના નર્સ એવા કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કરાયા હતા.
વર્લ્ડ નર્સિંગ ડેઃ મહીસાગરમાં કોરોના વોરિર્યસને કલેક્ટરે પ્રોત્સાહિત કર્યાં
કોરોના વાઇરસની સામે સમગ્ર વિશ્વ સાથે ભારત દેશ ઝઝૂમી રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે મહિસાગર જિલ્લા વહીવટીતંત્ર કોરોના સામેની લડત માટે સુસજ્જ અને સતર્ક છે. જિલ્લામાં ખાનપુર તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર તેનો મુકાબલો કરવા તનતોડ મહેનત કરી અને કોરોનાને માત આપવા અગમચેતીના ભાગરૂપે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મહિસાગર : વર્લ્ડ નર્સિંગ ડેમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં કોરોના વોરિર્યસને, કલેકટર દ્વારા પ્રોત્સાહિત કરાયા
કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા કલેક્ટરની મુલાકાત સમયે લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા અને સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.