ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર કોરોના અપડેટ: 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 764

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે મહીસાગર જિલ્લામાં કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 10, ખાનપુરમાં 3, સંતરામપુરમાં 2, બાલાસિનોરમાં 1 કેસ નોંધાયા છે.

mahisagar corona update
mahisagar corona update

By

Published : Sep 9, 2020, 9:30 PM IST

મહીસાગરઃ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. બુધવારના રોજ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 10, ખાનપુરમાં 3 કેસ, સંતરામપુરમાં 2 અને બાલાસિનોરમાં 1 કેસનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 764 થઈ છે.

મહીસાગર કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 764
  • કુલ સક્રિય કેસ - 77
  • કુલ ડિસ્ચાર્જ - 650
  • કુલ મોત - 37
  • કુલ હોમ કોરેન્ટાઈન 270
  • કુલ રિપોર્ટ નેગેટિવ 32357

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારના રોજ જિલ્લામાં કોરોનાના 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. બુધવારે વધુ 1 દર્દી સ્વસ્થ થતા અત્યાર સુધી જિલ્લામાં 650 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જેથી આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધી કુલ 37 લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. હાલ જિલ્લામાં 270 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 71 દર્દીઓ સ્થિર હાલતમાં છે, જ્યારે 6 દર્દી ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં કુલ 77 દર્દીઓ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details