મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોરમાં 2, લુણાવાડામાં 3, વીરપુરમાં 1 અને કડાણામાં 1 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલ 7 પોઝિટિવ કેસ મળીને કુલઆંક 717 થયો છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા - કડાણા
મહીસાગર જિલ્લામાં 4 સપ્ટેમ્બર 2020ના રોજ કોરોના પોઝિટિવના વધુ 7 કેસ નોંધાયા છે. સાથે જ 6 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 717 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 36 થયો છે.
મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ 717
- કુલ સક્રિય કેસ 70
- કુલ ડીસ્ચાર્જ 611
- કુલ મૃત્યુ 36
- કુલ હોમ કોરોન્ટાઈન 380
- કોવિડ-19ના કુલ નેગેટીવ રીપોર્ટ 27092
મહીસાગર જિલ્લામાં શુક્રવારે કોરોનાના 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. શુક્રવારે વધુ 6 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં 611 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 36 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 380 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાના 26 દર્દીઓ KSP હોસ્પિટલ બાલાસિનોર, 7 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 4 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 10 દર્દીઓ SDH-સંતરામપુર, 20 દર્દી હોમ આઈસોલેશન તેમજ અન્ય 3 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં 64 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 5 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં 70 દર્દીઓ સારવાર હેઠળ છે.