મહીસાગર: જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બાલાસિનોર 3, સંતરામપુર 1, લુણાવાડા 3 અને વીરપુરમાં 3 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલ 10 પોઝિટિવ કેસ મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 684 થઈ છે.
મહીસાગર કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ 684
- કુલ સક્રિય કેસ 73
- કુલ ડીસ્ચાર્જ 575
- કુલ મોત 36
મહીસાગર જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારના રોજ જિલ્લામાં કોરોનાના 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારે વધુ 10 દર્દીઓ સ્વસ્થ થતા અત્યાર સુધી જિલ્લામાં 684 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 36 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 379 વ્યક્તિઓને હોમ ક્વોરેનટાઈન કરવામાં આવ્યા છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાના 20 દર્દીઓ KSP હોસ્પિટલ બાલાસિનોર, 6 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 3 દર્દી શીતલ નર્સિંગ હોમ-લુણાવાડા, 6 દર્દીઓ SDH-સંતરામપુર, તેમજ અન્ય 17 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 69 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 3 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. હાલ જિલ્લામાં 73 દર્દીઓ સારવાર હેઠળ છે.