મહીસાગર:મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી હોસ્પિટલને જનરલ હોસ્પિટલનો (mahisagar general hospital) દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ લુણાવાડાની હોસ્પિટલ જ બીમાર હાલતમાં જોવા મળી (no facility in mahisagar General Hospital) છે. અહીં મહીસાગર જિલ્લામાં ખૂણે ખૂણેથી સારવાર અર્થે લોકો આવે છે. ત્યારે મહિસાગર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કેટલીક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો (no general physician at hospital) છે.
આ પણ વાંચોવડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં થોડા આઘાપાછા થયા તો પોલીસ કરશે ખાતિરદારી
સુવિધાનો અભાવ: અહી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોકડ્રીલ તો યોજાઈ, જેમાં બેડ સહીત ઓક્સીજન પ્લાન્ટ, લેબની સુવિધા તો છે, પણ સંજીવની સમાન અને દર્દી માટે ઈશ્વરનું રૂપ ગણાતાં ડોકટર એટલે કે ફિઝિશિયન ન હોવાના કારણે કોરોનાના દર્દી આ હોસ્પિટલમાં આવે તો રામ ભરોસે રહેવું (no general physician at hospital) પડે. મહીસાગર જિલ્લો બને આઠ વર્ષથી પણ વઘુનો સમય થઈ ગયો છે ત્યારે જીલ્લાની અદ્યતન ગણાતી નવી હોસ્પિટલનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. હાલ તો જીલ્લાની હોસ્પિટલમાં કુલ 933 જેટલાં બેડ તો છે પણ જો જિલ્લામાં એક પણ કેસ કોવિડનો નોંધાય તો તેને યોગ્ય સારવાર આપી શકે તેવાં ફિઝિશિયન ડોક્ટર ન હોવાના કારણે આ સમગ્ર તૈયારી તેમજ મોકડ્રિલ વ્યર્થ ગણી (no general physician at hospital) શકાય.