મહીસાગર: યુનિવર્સિટીની ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલની ઓફ લાઈન પરીક્ષાનો પ્રારંભ - Mahisagar
મહીસાગર જિલ્લાની બાલાસિનોર આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ ખાતે યુનિવર્સિટીની ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલની ઓફ લાઈન પરીક્ષાનો આજે મંગળવારથી પ્રારંભ થયો છે. ત્રણ દિવસમાં લેવાઈ રહેલી પરીક્ષામાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિભાગના કુલ 1785 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
● યુનિવર્સિટીની ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કીલની ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ
● કોલેજ દ્વારા માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ અને સામાજિક અંતર જળવાય તેવી વ્યવસ્થા
● પરીક્ષાખંડમાં એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસવાની વ્યવસ્થા
● ત્રણ દિવસ સુધીની પરીક્ષામાં કુલ 1785 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મહીસાગરઃ બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આર્ટ્સ/કોમર્સ/સાયન્સ વિભાગમાં યુનિવર્સિટીની ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલની ઓફ લાઈન પરીક્ષા તારીખ 3 નવેમ્બરથી તારીખ 5 નવેમ્બર સુધી બાલાસિનોર કોલેજ ખાતે યોજાશે. હાલમાં કોરોનાની સ્થિતિમાં કોલેજ પ્રસાશન દ્વારા વિદ્યાર્થીઓ માસ્ક, સેનેટાઈઝરનો ઉપયોગ થાય અને સોસીયલ ડિસ્ટન્સ જાળવી પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને પરીક્ષામાં એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષા યુનિવર્સિટી કક્ષાની છે જેમાં કુલ 1785 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.