- 21-સલીયાવડી બેઠક પર ભાજપના બીપીન પરમારની જીત
- બીપીન પરમારને 11,289 મત મળ્યા હતા
- કોંગ્રેસના મહેશ ચૌહાણને 7,903 મત મળ્યા હતા મહીસાગરઃ જીલ્લા પંચાયતની સલીયાવડી બેઠક પર ભાજપના બીપીન પરમાર વિજેતા થયા
મહીસાગર જિલ્લા પંચાયતની સલીયાવડી બેઠક પર ભાજપના બીપીન પરમાર વિજેતા - મહીસાગરના સમાચાર
મહીસાગર જિલ્લામાં 28 ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતની 28 બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ 6 તાલુકા પંચાયતની 126 બેઠકો માટેની ચૂંટણીનું મતદાન થયા બાદ મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સલીયાવડી બેઠક પર ભાજપના બીપીન પરમારની જીત થઇ છે.

મહીસાગરઃ જીલ્લા પંચાયતની સલીયાવડી બેઠક પર ભાજપના બીપીન પરમાર વિજેતા થયા
મહીસાગરઃજિલ્લામાં જિલ્લા પંચાયતની 21-સલીયાવડી બેઠક પર ભાજપના બીપીન કાળાભાઈ પરમારને 11,289 મત અને કોંગ્રેસના મહેશ ચૌહાણને 7,903 મત મળ્યા હોવાથી બીપીન પરમારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. 28 જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની 126 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, BTP, AAP તથા અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બીપીન પરમારે જીત મેળવ્યા બાદ આવનારા સમયમાં તેમના વિસ્તારમાં પાણી, રોડ-રસ્તાઓના કામો કરવાને પ્રાધાન્ય આપવાનું જણાવ્યું હતું.