મહીસાગર: મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનો લાભ મુશ્કેલ સ્થિતિમાં લાભાર્થીઓ માટે મહેર બની વરસી રહ્યો છે. સામાન્ય સ્થિતિના પરિવારના ખેત મજૂરી કરી પોતાનું જીવન ગુજારનારા 39 વર્ષીય ભવાન પરમારના પગમાં લોખંડની સીડી પડી હતી. જેથી તેમને સારવાર અર્થે બાલાસિનોર નગરમાં આવેલી ગુજરાત હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે ઓપરેશન કરવાનું જણાવ્યુ હતું. જેનો ખર્ચ 18થી 20,000 રૂપિયા થાય તેમ હતો.
માં-અમૃતમ યોજના ગરીબ પરિવાર માટે બની આશીર્વાદ સમાન - બાલાસિનોર ન્યૂઝ
સામાન્ય પરિસ્થિતિમાં જીવન ગુજરાન કરનારા લીમડી ગામના 39 વર્ષીય ભવાનભાઇને આકસ્મિક ઓપરેશન કરવાની સ્થિતિ ઊભી થઇ હતી. જેમાં મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત તેમનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેથી વિકટ સ્થિતિમાં આ યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાવી દર્દીના પરીવારે આભાર વ્યક્ત કર્યો હતો.
સામાન્ય માણસની કમર તૂટી જાય એટલો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં થાય છે, ત્યારે સરકારની મુખ્યમંત્રી અમૃતમ-મા અને મા વાત્સલ્ય જેવી યોજનાઓના માધ્યમ થકી ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ખાનગી હોસ્પીટલમાં વિનામૂલ્યે ઉત્તમકક્ષાની આરોગ્યલક્ષી સારવાર અચાનક આવી પડેલા વેદનાના દર્દમાં રાહત આપનારી બની રહી છે. જેથી ભવાનભાઇ પાસે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનું કાર્ડ હોવાથી તેમનું આ ઓપરેશન નિ:શુલ્ક થયું હતું. ઓપરેશન સફળ થતાં દર્દીના પરીવારે સરકારની આ યોજનાને ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાવી સરકારનો આભાર માન્યો હતો.