બાલાસિનોર બ્લોક હેલ્થ કચેરી ખાતે માં-અમૃતમ કાર્ડ વિતરણ કેમ્પ યોજાયો - mahisagar news
મહિસાગરઃ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાસિનોર ખાતે અનાથ બાળકોના આરોગ્ય સુખાકારી માટે માં-અમૃત્તમ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 106 અનાથ બાળકોને માં અમૃત્તમ કાર્ડ આપાવમાં આવ્યા હતાં.
બાલાસિનોર ખાતે રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, મહિસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે પાલક માતા પિતા યોજના લાભાર્થીઓને જિલ્લા આરોગ્ય કચેરીના સહકારથી માં-અમૃત્તમ કાર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. મહિસાગર જિલ્લામાં પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકો લાભ મેળવી રહ્યા છે. તેમને સરકારની આરોગ્ય સેવાઓનો પણ નિ:શુલ્ક લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી બાલાસિનોર બ્લોક હેલ્થ કચેરીમાં માં-અમૃત્તમ કાર્ડ આપવા માટે કેમ્પનું આયોજન થયું હતું.