લૂણાવાડા: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે મહીસાગર જિલ્લા મથક લૂણાવાડાના ઐતિહાસિક શિવમંદિર લૂણેશ્વર મહાદેવમાં ૐ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો છે. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે મંદિરે પ્રવેશતાં તમામ શિવભક્તોને હેન્ડ સેનેટાઈઝ અને થર્મલ ગનથી સ્કેનિંગ કરી પ્રવેશ આપવામાં આવે છે.
લૂણાવાડામાં શ્રાવણ માસ શરૂ થતાં લૂણેશ્વર મહાદેવમાં ભક્તો દર્શન માટે ઉમટ્યાં... - Shravan
પવિત્ર શ્રાવણ માસ શરુ થઈ ગયો છે અને શિવભક્તોમાં ભગવાન ભોળાનાથના દર્શનની અપાર તાલાવેલી છે. જો કે, કોરોના જ્યારે કાળ બનીને ત્રાટક્યો છે. તેથી ભક્તો દેવાધિદેવ મહાકાલ મહાદેવના દર્શન પૂરી છૂટથી કરી શકે તેમ નથી. લૂણાવાડાના ખ્યાતિપ્રાપ્ત શિવમંદિર લૂણેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે ભક્તોને ભગવાનના દર્શન કરવા દેવામાં આવી રહ્યાં છે, ત્યારે કતારમાં ઊભાં રહીને પણ પોતાનો વારો આવ્યો મહાદેવના દર્શન કરવા ભક્તો ઊમટી રહ્યાં છે.
લૂણાવાડામાં શ્રાવણ માસ શરૂ થતાં લૂણેશ્વર મહાદેવમાં ભક્તો દર્શને ઉમટ્યાં
સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ રહ્યાં છે. લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક લૂણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા બાદ ભાવિક ભક્તોને કોરોનાના પગલે સરકારની ગાઈડલાઇન અનુસાર આરોગ્યલક્ષી તકેદારીના પાલન સાથે હેન્ડ સેનેટાઈઝ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી દર્શન કરવા અપીલ કરી હતી. આ સાથે સાથે સમગ્ર વિશ્વ આ કોરોના મહામારીમાંથી મુક્ત થાય તેવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી.