ગુજરાત

gujarat

ETV Bharat / state

લુણાવાડાના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મુવાડામાં સગર્ભા મહિલાઓનો તપાસણી કેમ્પ યોજાયો

કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કોરોનાના આ સંકટકાળમાં સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે અને નિરોગી રહે તે માટે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં ભરીને તેમનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.

લુણાવાડા
લુણાવાડા

By

Published : Jun 29, 2020, 5:26 PM IST

લુણાવાડા: કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આ પ્રયાસ દ્વારા કોરોનાના આ સંકટકાળમાં સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે અને નિરોગી રહે તેમજ સ્વાસ્થ્ય સારૂં રહે.

આ કામગીરી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસના માર્ગદર્શન હેઠળતેમજ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરી હેઠળ તાજેતરમાં લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વાવના મુવાડાના સ્લમ વિસ્તારમાં સગર્ભા મહિલાઓની ચકાસણી માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સગર્ભા મહિલાઓની ચકાસણી સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. નિશાંત પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ કેમ્પમાં 22 સગર્ભા મહિલાઓની પૂર્વ પ્રસૂતિની તપાસ કરવાની સાથોસાથે તમામ સગર્ભા મહિલાઓનું વજન, બ્લેડ પ્રેશરની ચકાસણી, SPO2, અને થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જયારે તમામ સગર્ભા મહિલાઓનું લેબોરેટરી પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં સગર્ભા મહિલાઓને કોરાના મહામારી અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કેમ્પ દરમિયાન મહિલાઓ માસ્ક પહેરીને આવી હતી તેમજ કેમ્પ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની સાથે સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હતો. આમ કોરોનાના સમયમાં પણ આરોગ્ય‍ તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે વિશેષ કાળજી લઇ તેમની તંદુરસ્તી જળવાઇ રહે અને નિરોગી રહે તે માટે જિલ્લાા આરોગ્યા તંત્ર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details