લુણાવાડા: ઔદ્યોગિક અર્થતંત્રને ગતિમાં લાવવા માટે અને શ્રમિકોની રોજગારીનાં પગલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સરકાર દ્વારા મહત્વ પૂર્ણ પગલાઓની સાથે શરતોને આધિન એકમો- યુનિટો શરૂ કરવા કરવામાં આવ્યા છે. જે અનુસંધાને મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ સીંગતેલનું ઉત્પાદન કરતા એકમને કાર્યરત કરવા પુરવઠા વિભાગ દ્વારા સક્રિય પ્રયત્નોથી લોકડાઉનના સમયમાં જરૂરિયાત મુજબની વ્યવસ્થાનું આયોજન કરી ઓઇલ મિલ પુનઃ કાર્યરત કરવામાં આવી છે.
લુણાવાડા: સિંગતેલ ઉત્પાદક એકમ કાર્યરત કરવામાં આવ્યા - corona virus in mahisagar
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા સીંગતેલનું ઉત્પાદન કરતા એકમને કાર્યરત કરવા પુરવઠા વિભાગ દ્વારા સક્રિય પ્રયત્નોથી લોકડાઉનના સમયમાં જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરી ઓઇલ મિલ પુનઃ કાર્યરત કરવામાં આવી છે.
કાચા માલ માટે તેમજ એકમમાં કામ કરતા શ્રમિકો માટે પાસની વ્યવસ્થા કરી COVID-19ની ગાઇડલાઇનને અનુલક્ષી ઓઇલ મિલ દ્વારા રોજનું 1000 કિલોગ્રામ જેટલું સીંગતેલ ઉત્પાદન શરૂ થયું છે.
મિલના માલિક દ્વારા મિલના શ્રમિકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.તેમજ શ્રમિકો દ્રારા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી ફરજિયાત માસ્કનો ઉપયોગ કરી સેનિટાઇઝેશનનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી રહી છે. મિલમાં પણ સમયાંતરે સેનીટેશનની કામગીરી કરવામાં આવે છે. તેમજ આરોગ્ય લક્ષી તમામ સૂચનાઓ ના પાલન સાથે લુણાવાડા ખાતેની સિંગતેલ ઉત્પાદક એકમ કાર્યરત કરવામાં આવ્યા છે.