ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વધુ 5 દિવસ માટે લોકડાઉન

મહીસાગર જિલ્લાના મુખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેમાં ઘટાડો થાય તે માટે લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર જેવા શહેરોની બજારો બંધ રાખવા વેપારીઓએ તંત્ર સાથે બેઠક યોજી વધુ 5 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન રાખવા નિર્ણય લીધો છે. 

મહીસાગર કોરોના અપડેટ
મહીસાગર કોરોના અપડેટ

By

Published : May 3, 2021, 5:20 PM IST

• જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 1,029 જેટલા કોરોના પોઝિટિવ કેસ

• સંક્રમણ ઘટાડવા માટે વેપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન

• વધુ 5 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન રાખવા વેપારીઓ દ્વારા નિર્ણય

મહીસાગર: જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 1,029 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે ત્યારે કોરોના સંક્રમણ ઘટાડવાના હેતુથી વેપારીઓ દ્વારા તા.3 થી 7 ના શુક્રવાર સુધી બજાર બંધ કરી સ્વેચ્છિક સંપૂર્ણ લોકડાઉન રાખવા તંત્ર અને વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ કોરોના કેસ લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર તાલુકામાં સામે આવ્યા છે. સંક્રમણ ઘટાડવા માટે લુણાવાડા, બાલાસિનોર શહેરમાં તંત્ર દ્વારા નગરજનો, ડોક્ટર્સ વિવિધ વેપારી એસોસીએશન પ્રમુખ, અને પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં મીટીંગ યોજી સંપૂર્ણ બંધ રાખવા વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવા વધુ 5 દિવસ માટે લોકડાઉન

લોકો દ્વારા બંધને સમર્થન મળતા રસ્તાઓ સુમસામ બન્યા

જિલ્લાના મોટાભાગના બજારો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખતા વેપારીઓ અને ફેરિયાઓ તેમજ લારી-ગલ્લાવાળાઓએ બંધને સમર્થન આપતા જિલ્લાના મોટાભાગના બજારોમાં લોકોની અવરજવર ઘટી હતી અને બજારો બંધ રહેતા રસ્તાઓ સુમસામ બન્યા છે.

• સંક્રમણ ઘટાડવા માટે વેપારીઓ દ્વારા સ્વયંભૂ લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details