ગુજરાત

gujarat

ETV Bharat / state

કોવિડ-19: મહીસાગર જિલ્લામાં કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં લૉકડાઉન યથાવત - મહીસાગરમાં કોરોના વાઇરસ

ગુજરાતમાં CMO સચિવની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં શું ખુલશે અને શું બંધ રહેશે તે અંગે કેટલીક શરતોને આધિન દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર, વિરપુર અને સંતરામપુરને કોવિડ-19 કંટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલા હોવાથી આ વિસ્તારમાં છૂટછાટ લાગુ નહીં પડતા આ વિસ્તારમાં બજારો હાલ બંધ અને લૉકડાઉન સ્થિતિમાં જોવા મળ્યા છે.

Etv Bharat, Gujarati News, Mahisagar News, Covid 19
Mahisagar News

By

Published : Apr 27, 2020, 2:32 PM IST

મહીસાગરઃ ગુજરાતમાં CMO સચિવની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં શું ખુલશે અને શું બંધ રહેશે તે અંગે જણાવ્યું છે. કેટલીક શરતોને આધિન દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે.

મહીસાગર જિલ્લામાં લૉકડાઉન યથાવત

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-5, વિરપુર-2 અને સંતરામપુર-3 કોરોના પોઝિટિવ કેસો નોધાયા હતા. તેથી જિલ્લા વહીવટી તંત્રએ આ વિસ્તારોને COVID-19 containment area જાહેર કર્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જેના કારણે આ વિસ્તારોમાં કોઈપણ દુકાનો ખોલવા છુટછાટ ન અપાતા બાલાસિનોર, વિરપુર અને સંતરામપુરમાં બજારો યથાવત બંધ જોવા મળી હતી. તેમજ લોકોની અવરજવર જણાતી નથી.

જે વિસ્તારોમાં કંટેન્ટમેન્ટ એરીયા જાહેર નથી કર્યા તે વિસ્તારની દુકાનોને ખોલવા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત પાલન કરવાનું રહેશે તેવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details