- બાલાસિનોરના પ્રાન્ત અધિકારીઓ, વેપારીઓએ યોજી બેઠક
- બેઠકમાં 28 એપ્રિલથી 2 મે સુધી લૉકડાઉનનો નિર્ણય કરાયો
- લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
બાલાસિનોર: શહેર અને તાલુકા વિસ્તારોમાં કોરોનાની ચેન તોડવા નગરપાલિકાના પ્રાન્ત અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓ, પદાધિકારીઓ અને નગરના અગ્રણીઓએ 28 એપ્રિલથી 2 મે સુધી લૉકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આ દિવસો દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા દુકાનદારની દુકાન સીલ થશે
લૉકડાઉન દરમિયાન આવશ્યક સેવા ચાલુ રહેશે. જો લૉકડાઉનના આ દિવસો દરમિયાન કોઈ વ્યક્તિ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડશે તો તેની દુકાનને સીલ કરવામાં આવશે. આ સાથે જ ચીફ ઓફિસરે તમામ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી.