બાલાસિનોરઃ કોરોના વાઈરસ વૈશ્વિક મહામારીને નાથવા સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા અનેક ગામોએ સ્વયંભૂ લોકડાઉનનું ચુસ્ત પાલન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાલાસિનોર માલઈટાડીના ગ્રામજનો દ્વારા પ્રવેશ દ્વાર પર માટીના ઢગલા તેમજ ગાંડા બાવળની આડ કરી રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે.
કોરોના સંકટ સામે સ્વયંભૂ લોકડાઉન, બાલાસિનોરથી માલઈટાડી જવાનો રસ્તો બંધ - મહિસાગર ન્યૂઝ
મહિસાગરના ગામોમાં લોકો સ્વંયભુ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહ્યાં છે. માલટાઈડીના ગ્રામજનોએ બહારના લોકો ગામમા પ્રવેશ કરે તે માટે માટીના ઢગલા પર તેમજ ગાંંડા બાવળની આડ કરી ગામનો પ્રવેશદ્વાર બંધ કર્યો છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કોરોનાના સંક્રમણને અટકાવવા અનેક ગામોએ કોરોનાના સંકટથી બચવા ગામમાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે આ ગામના લોકોએ પ્રવેશ દ્વાર પર માટીના ઢગલા તેમજ ગાંડા બાવળની આડ કરી રસ્તાઓ બંધ કર્યા છે. માલઈટાડીના ગ્રામજનો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. સ્વયંભૂ લોકડાઉનના કારણે ગામના રસ્તાઓ, ફળિયાના રસ્તાઓ, અને જાહેર માર્ગો આજે સુમસામ દેખાઈ રહ્યા છે.
માલઈટાડી ગામમાં પ્રવેશ દ્વાર પર માટીના ઢગલા અને ગાંડા બાવળની આડ કરી દેતા કોઈપણ વ્યક્તિની અવર જવર દેખાતી ન હતી. આમ, આ ગામે સ્વયંભૂ લોકડાઉનનું ચુસ્ત પાલન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લાના આવા નાના ગામો કોરોના સંકટ સામે મજબૂતાઈથી સરકારની સાથે ઉભા રહી લડાઈ લડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.