લુણાવાડા: સમગ્ર વિશ્વ સહિત ભારત પણ કોરોના વાઇરસની મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે તેના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના પગલા ભરવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન નાના વ્યવસાયકારોના ધંધા-રોજગાર બંધ રહ્યા હતા. જેના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર વ્યાપક અસર પડી હતી. આવી સ્થિતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહીસાગરઃ આત્મનિર્ભર યોજના અંતર્ગત નાના વ્યવસાયકારોને 3.45 કરોડની લોન અપાઈ - નાના વ્યવસાયકારોને લોન
સમગ્ર વિશ્વ સહિત ભારત પણ કોરોના વાઇરસની મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે તેના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના પગલા ભરવામાં આવ્યાં હતાં. લોકડાઉન દરમિયાન નાના વ્યવસાયકારોના ધંધા-રોજગાર બંધ રહ્યાં હતા. જેના કારણે નાના વેપારીઓના વ્યવસાય પર વ્યાપક અસર પડી હતી. આવી સ્થિતીમાં રાજ્ય સરકારે આ કઠીન પરિસ્થિતિનો તાગ મેળવી, તેને નિવારવા માટે તુરંત જ પગલા ભરીને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સંકલનમાં પંચમહાલ ડિસ્ટ્રીક બેંક અને જિલ્લામાં આવેલી ક્રેડિટ ક્રોપરેટીવ સોસાયટીઓને જિલ્લાના નાના ધંધા-રોજગાર કરતા નાના વ્યવસાયકારો તરફથી 345 જેટલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગતની લોન મેળવવા અંગેની અરજીઓ મળી હતી.
આ તમામ અરજીઓને મંજૂર કરી નાના વ્યવસાયકારોને લાખની લોન તરીકે રૂપિયા 3.45 કરોડની લોન આપવામાં આવી છે. જેના થકી જિલ્લાના 345 જેટલા નાના વ્યવસાયકારોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ મળતા પોતાના ધંધા રોજગારને પુનઃકાર્યરત કરવામાં આ લોન પ્રાણવાયુ સાબિત થઈ છે.