મહિસાગર: LCB પોલીસે લુણાવાડા કોટેજ ચોકડી પાસે નાકાબંધીમાં હતા. તે વખતે એક શંકાસ્પદ વર્ના ગાડી રસ્તામાં ઉભી રખાવતા બે ઇસમો નાસી ગયા હતા .જે બાદ પોલીસે પીછો કરતા એક ઈસમને પકડી પાડ્યો હતો. જ્યારે એક ભાગી છૂટ્યો હતો.
સંતરામપુરમાં LCBએ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી - News of gujarat
મહિસાગર પોલીસ અધિક્ષક ઉષા રાડાની વિદેશી દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા માટે અને વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કડક અમલવારીની સૂચનાને પગલે LCB પોલીસે ચેકીંગ દરમિયાન રૂ.3,34,800 નો વિદેશી દારૂ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
મહિસાગર LCB દ્વારા સંતરામપુરમાં રૂ.3,34,800 નો વિદેશી દારુ અને મુદ્દામાલ સાથે એકની ધરપકડ
ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ હાથ ધરતા ડેકીમાંથી પરપ્રાંતીય બનાવટનો વ્હિસ્કી દારૂની રૂ.28,800ની કિંમતની 48 બોટલો મળી આવી હતી. તેમજ વર્ના ગાડી, મોબાઈલ તથા રોકડ મળી રૂ.3,34,800 નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.