મહીસાગર : સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારી ફેલાતી અટકાવવા લોકડાઉન ચાલી રહ્યું છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા દ્વારા લોકડાઉનનું કડક પાલન થાય તે માટે અસરકારક કામગીરી થઈ રહી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાઈવે રસ્તા પર ચેકપોસ્ટ બનાવી વાહન ચેકિંગ કરી લોકડાઉનની અસરકારક કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન બાલાસિનોર પાસે દારૂ ભરેલ ટ્રક સાથે એક આરોપીને મહિસાગર જિલ્લા પોલીસે ઝડપી લીધો છે.
બાલાસિનોરમાં લોકડાઉનમાં 11 લાખ 40 હજારના વિદેશી દારૂનો જથ્થો પકડાયો - મહીસાગર લોકડાઉન
સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસની મહામારી ફેલાતી અટકાવવા લોકડાઉન ચાલી રહ્યું છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા દ્વારા લોકડાઉનનું કડક પાલન થાય તે માટે અસરકારક કામગીરી થઈ રહી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાઈવે રસ્તા પર ચેકપોસ્ટ બનાવી વાહન ચેકિંગ કરી લોકડાઉનની અસરકારક કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન બાલાસિનોર પાસે દારૂ ભરેલ ટ્રક સાથે એક આરોપીને મહિસાગર જિલ્લા પોલીસે ઝડપી લીધો છે.
બાલાસિનોરમાં લોકડાઉનમાં 11 લાખ 40 હજારના વિદેશી દારૂનો જથ્થો પકડાયો
એક બાતમીના આધારે ગોધરાથી અમદાવાદ જતી ટ્રકમાં દારૂની પેટી (નંગ 250) ભરેલી હતી. જેની કિંમત 11 લાખ 40 હજાર રૂપિયા અને ટ્રકની કિંમત 17 લાખ 30 હજાર જાણવા મળ્યું છે. કુલ 28 લાખ 70 હજારના મુદ્દામાલ સાથે લોકડાઉન જેવા ગંભીર અને સંવેદનશીલ માહોલમાં બાલાસિનોર પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડી એક આરોપીની ધરપકડ કરી હતી. પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.