બાલાસિનોર: લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન 2 જી ઓક્ટોબરથી શરૂ થયેલ સેવા સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજવ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાલાસિનોર તાલુકાના ક્ષયની સારવાર લેતા દર્દીઓને પોષણયુક્ત આહારની કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા DRTB હર્ષ પ્રજાપતિની ઉપસ્થિત રહ્યા હતા
બાલાસિનોરમાં લાયન્સ ક્લબે ક્ષયના દર્દીઓને પોષણ આહારની કીટનું વિતરણ કર્યું - 2 જી ઓક્ટોબર
લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન 2જી ઓક્ટોબરથી શરૂ થયેલા સેવા સપ્તાહના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાલાસિનોર તાલુકાના ક્ષયની સારવાર લેતા દર્દીઓને પોષણયુક્ત આહારની કીટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
![બાલાસિનોરમાં લાયન્સ ક્લબે ક્ષયના દર્દીઓને પોષણ આહારની કીટનું વિતરણ કર્યું Lions Club](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9048113-1053-9048113-1601819015210.jpg)
મહિસાગર જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જિલ્લામાં આવેલા દર્દીઓની સારવાર દ્વારા દર્દીઓને ક્ષયમુક્ત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, ત્યારે બાલાસિનોર લાયન્સ ક્લબ પણ તેમાં મદદરૂપ બની રહ્યું છે. બાલાસિનોર તાલુકામાં ક્ષયની સારવાર લેતા દર્દીઓને પ્રોટીન અને પોષણ આહાર મળી રહે તેવી આહાર કીટ દર્દીઓને વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં 3 કિલો ચોખા , 1 કિલો ચણા, 1 કિલો મગની દાળ, 1 કિલો ગોળ 1 કિલો તેલ, પ્રોટીન પાવડરના ડબ્બા નંગ- 2 ની રેશન કીટ બનાવીને લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. મહિસાગર જિલ્લા ક્ષય કેન્દ્ર લુણાવાડાના DRBT હર્ષ પ્રજાપતિની ઉપસ્થિતિમાં દર્દીઓને કીટ આપવામા આવી હતી.
વિતરણ લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ સેવક, ખજાનચી કાંતિભાઈ પટેલ, ડો.ભરતભાઈ ખાંટ, ભરતભાઈ શાહ, શિવાભાઈ પ્રજાપતિ વિગેરેની આ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્યમાં પણ લાયન્સ કલબ આવી પોષણ ક્ષમ રેશન કીટ આપવાનું પણ વિચારી રહી છે.