ગુજરાત

gujarat

ETV Bharat / state

મહિસાગરમાં LCB એ 8 પત્તા પ્રેમીઓને ઝડપ્યા

મહિસાગરઃ જિલ્લા પોલીસ અધીક્ષક ઉષા રાડાની સુચના આધારે LCB અને સ્ટાફ સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન LCB સ્ટાફને મળેલી બાતમી મુજબ કેટલાક ઇસમો ખુલ્લામાં જુગાર રમે છે. જેને લઇને LCB PI એમ.કે.માલવીયા તથા સ્ટાફ દ્વારા રેડ પાડવામા આવી હતી.

મહિસાગરમાં LCB એ 8 પત્તા પ્રેમીઓને ઝડપ્યા

By

Published : Nov 16, 2019, 11:41 PM IST

જે દરમિયાન માલણપુર ગામના તળાવની પાસે આવેલ ખુલ્લા ખેતરમાં કેટલાક ઇસમો જુગાર રમતા હતાં. જેમાં 8 ઈસમો ત્રણ મોટરસાઇકલ તથા પાંચ મોબાઇલ સાથે રંગે હાથ પકડાયા હતાં. જેમાં તમામ પતા પ્રેમીઓની રૂપિયા 84,570/- સાથે ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details