ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો, અત્યાર સુધીમાં 115 દર્દીઓ સ્વસ્થ થયાં, 8 સારવાર હેઠળ

કોરોના વાઈરસનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસની સામે લડવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

etv bharat
etv bharat

By

Published : Jun 8, 2020, 12:02 PM IST

મહીસાગર :જીલ્લાના લુણાવાડામાં 1 કોરોના પોઝીટીવ કેસ નોધાયો હતો. મહીસાગર જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 125 કેસ નોંધાયા છે. જેમાં થી 115 દર્દીઓ સાજા થઈ ધરે પરત ફર્યા છે. હાલમાં 8 કોરોના પોઝીટીવ કેસ સારવાર હેઠળ છે. જીલ્લામાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

જીલ્લાના લુણાવાડાની 62 વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના કોવિડ-19ના 125 પોઝિટિવ કેસ નોંધાયા છે. કડાણા તાલુકાના ઝાલાસાગના બે પુરુષ, કાકરી મહુડીના એક પુરુષ અને શિયાળ ગામની એક સ્ત્રી, ખાનપુર તાલુકાના મુડાવદેખ ગામના એક પુરુષ, સંતરામપુર તાલુકાના મોવાસા ગામની એક સ્ત્રી અને બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામની એક સ્ત્રીએ કોરોનાને મહાત આપતા અત્યાર સુધીમાં કુલ 115 દર્દીઓ સાજા થઈને ઘરે પરત કર્યા છે.

જીલ્લામાં કોરોના સંક્રમણને કારણે બે વ્યક્તિનું મૃત્યુ થયાં છે. જિલ્લામાં કોરોનાના કુલ 2504 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમ જ જિલ્લાના 2495 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે 1 દર્દી હાલ બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે, 3 દર્દી ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે, 2 દર્દી ધીરજ હોસ્પિટલ વાઘોડિયા, 1દર્દી ગ્લોબલ હોસ્પિટલ વડોદરા, અને 1 દર્દી આમેના ખાતુન હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ 08 દર્દીઓ સામાન્ય હાલતમાં છે. આમ જીલ્લામાં કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details