બાલાસિનોરઃ લાયન્સ ક્લબ દ્વારા વર્તમાન સમયમાં કોરોના વાઇરસને લઈને ચાલી રહેલા લોકડાઉનમાં વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકો તેમજ નિ:સહાય જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાલાસિનોરમાં લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ કીટનું વિતરણ - balasinor news
લોકડાઉનની સ્થિતિમાં ગરીબ લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. જેમની મદદ માટે દેશના તમામ નાગરીકો બનતા પ્રયાસો કરી રહ્યાં છે. મહિસાગરના બાલાસિનોરમાં પણ લાયન્સ ક્લબ દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું.
mahisagar news
બાલાસિનોર નગરના વિવિધ વિસ્તારોમાં વૃદ્ધો, ગરીબો અને નિ:સહાય જરૂરિયાતમંદોને દાળ-ચોખા ઘઉંનો લોટ, કપાસિયા તેલ મીઠું, ચા, હળદર, મરચું બટાકા, ડુંગળી વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓની એક કીટ બનાવી તેનું વિતરણ જુદા જુદા વિસ્તારોમાં જઇ લાયન્સ ક્લબના સભ્યોએ કર્યું હતું.
લાયન્સ ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ સેવકના જણાવ્યા મુજબ 40 કીટનું જરૂરિયાતમંદ વૃદ્ધો અને ગરીબોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.