પરિવારના લોકોએ પોતાનો 32 વર્ષીય યુવાન ગુમાવ્યો છે. મૃત્તક યુવાન આગાઉ પ્રાંતિજમાં રસોઈયા તરીકે કોઈ હોસ્ટેલમાં કામ કરતા હતા. ત્યાથી કોઈ અન્ય યુવાન સાથે તેમનો સંપર્ક થયો અને બંને સાથે સુદાન ગયા હતા. સુદાનમાં મૃતક રસોઈયા તરીકે જ સિરામિક કંપનીમાં કામ કરતા હતા. બે વર્ષ નોકરી કર્યા બાદ 5 મહિના અગાઉ પોતાન વતન પરત આવ્યા હતા અને ત્યારબાદ ફરી સુદાન ગયા હતા. પરિવારજનો મુજબ બે દિવસ પહેલા પત્ની સાથે તેમણે વાત પણ કરી હતી અને બીજા દિવસે ફોન પર સંપર્ક ન થતા ઘરના લોકો ચિંતામાં મુકાયા હતા.
સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં વિસ્ફોટમાં કોલવણ ગામના યુવાનનું મોત - સિરામિક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ
લુણાવાડા: મંગળવારે સુદાનમાં એક સિરામિક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 18 ભારતીયોના મોત નીપજ્યાં હતા અને અનેક ઘાયલ થયા હતા. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોલવણ ગામના પગી બહાદુરભાઈ સોમાભાઇ કે, જેઓ તે કંપનીમાં કામ કરતા હતા તેમનું પણ મોત નિપજ્યું હતું. આ સમાચાર પરિવારજનોને મળતા ગામમાં તેમજ સમગ્ર પંથકમાં શોકનો માહોલ સર્જાયો હતો. આ વાતની જાણ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડેને થતા તેમણે વિદેશપ્રધાન એસ.જયશંકરને મૃતકનો મૃતદેહ અંતિમક્રિયા માટે ભારત પરત લાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. બીજી બાજુ આ વાતથી ગામના લોકોમાં દુ:ખની લાગણી પ્રવર્તી હતી. ગામલોકો પણ સરકારને બે હાથ જોડી રજૂઆત કરી રહ્યા છે કે, એક વાર મૃતકનું મુખ પરિવારને જોવા મળે એવી કોઈ વ્યવસ્થા કરી આપે.
સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં કોલવણ ગામના યુવાનનું મોત
મીડિયાના માધ્યમથી અને યુ.પીના જે ભાઈ હતા એમના પત્ની દ્વારા જાણવા મળ્યું કે, સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે.જે બાદ ગામના બધા શોકમાં આવી હયા હતા અને માંગણી કરી રહ્યા છે કે, અંતિમ સંસ્કાર માટે મૃતદેહ દેશમાં પરત લાવવામાં આવે.