મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલા ડાયનોસોર ફોસિલ પાર્કમાં દિવસ દરમિયાન 200 થી 300 ટુરિસ્ટો આ સ્થળની મુલાકાતે આવતા હોય છે. તો વળી રજાના દિવસોમાં 800 થી 900 લોકો અહીંની મુલાકાત લેતા હોય છે. આ ઉપરાંત માત્ર દેશ જ નહી પણ વિદેશના પ્રવાસીઓ પણ અહીં આવે છે.
જાણો દેશના પ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કની અનોખી વિશેષતાઓ - Mahisagar
મહીસાગર: જિલ્લાના બાલાસિનોર ખાતે આવેલા રૈયોલી ગામે લગભગ 65 મિલીયન વર્ષના ઇતિહાસને આજની જનરેશન સમક્ષ રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન ટેકનોલોજી સાથે માહિતીથી ભરપૂર ડાયનાસોરનું મ્યુઝિયમ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરી ખુલ્લું મુકાયું છે. આ ડાયનોસોર ફોસિલ પાર્ક જેને ગત 8મી જૂનના રોજ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યુ હતું. આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કમાં ટુરિસ્ટો જોવા માટે આવી રહ્યાં છે.
જો કે ટુરિસ્ટો તથા અભ્યાસ કરતા લોકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી બાલાસિનોર ખાતે ઇન્ફોર્મેટીક સેન્ટરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીંના રૈયોલી ખાતેના ફોસીલ પાર્કમાં ડાયનોસોરની સાત વિવિધ પ્રજાતિઓના ઈંડા અને અસ્થિના અવશેષો મળી આવ્યા હતા. જે અંગે કલકત્તાના શંકર ચેટરજી (ટેક્સાસ ટેક્નિકલ યુનિ.ના સ્મિથસોનિયન મ્યુઝિયમમાં પ્રોફેસર US) રિસર્ચ માટે 1997માં આ સ્થળ પર આવીને રિસર્ચ કર્યુ હતું. આ ફોસીલ પાર્ક 72 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. જેને સરકાર દ્વારા ફેન્સીગ કરીને કવર કરવામાં આવી છે.
આ પાર્કમાં 7 વનકુટીર બનાવેલી છે. જેને અભ્યાસકર્તાઓ અને રિસર્ચ કરનાર થાકી જાય તેને આરામ માટે બનાવી છે. આ ફોસીલ પાર્ક માટે ગ્રેવીયાર્ડ હેજરી છે. જે દુનિયામાં બીજા નંબરે છે. તો ફોસીલની દ્રષ્ટિએ જોઈએ રૈયોલીનો ફોસીલ પાર્ક વિશ્વમાં 3 ક્રમાંક ધરાવે છે.