ગુજરાતના ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રાજ્યનું નામ રોશન કરે તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરતી હોય છે. જ્યારે ખેલમહાકુંભના માધ્યમ દ્વારા ખેલાડીઓની પ્રતિભા બહાર આવી રહી છે, ત્યારે આ ઝોન કક્ષાની ખો-ખો સ્પર્ધામાં અંડર-14 રમતવીરોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. ખો-ખો સ્પર્ધામાં ખેલાડીઓને આગળ આવવા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીએ શુભકામના પાઠવી હતી.
લુણાવાડા ખાતે ખો-ખો અંડર-14 સ્પર્ધા યોજાઇ - lunavada
મહીસાગરઃ જિલ્લામાં ખેલ મહાકુંભ -2019 અંતર્ગત પૂર્વ ઝોન કક્ષાની ખો-ખો અંડર -14 ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું લુણાવાડા ઈન્દિરા મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ જિલ્લામાંથી વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર અને મહીસાગર મળી 31 ટીમોના 472 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
trtrrt
આ સ્પર્ધામાં 31 ટીમોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્ણ માહોલમાં પોતાની ખેલ પ્રતિભાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.